Monday, 2 September 2024

પ્રાશ્ચિત

જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો થકી જેને હેરાનગતિ થઈ હોય એની પર્યુષણ પર્વ નિમિત્તે દિલથી માફી માગુ છું,કોઈ જીવને ઠેસ પહોંચી હોય એની હું અપરાધી છું....ક્ષમાપાર્થી છું...આજ પ્રાશ્ચિતના દિ શરૂ થયા પર્યુષણની શુભેચ્છાઓ સૌને

મિચ્છામિ દુકડમ્

©શૈમી ઓઝા "લફઝ"

Wednesday, 17 August 2022

સાહિત્ય સંગમ સ્પર્ધા:કાવ્ય શબ્દ:મઝધાર


શ્રાવણ નામનો મહિનો 
આવ્યો રુડો રે નિરાળો રે....

આજે આંખોમાં અશ્રુનો
વરસાદ, મારે ભક્તિ રસમાં રંગાઈ જાવુ સદા....

રુદ્રાક્ષની માળા આપની પ્રિય કહેવાતી, રુદ્રાક્ષની માળા સાથે અનેરો નાતો આ દિલનો બંધાઈ ગયો,
રુદ્રાક્ષની માળાના એક એક
મોતીમાં આપને આ દિલ શોધે, દિલ નમ:શિવાય જપે,

હૈયું તન મન પંચાક્ષર જાપ જપે, સંગ ગૌરી નામ જપે, જ્યારે પરિસ્થિતિ હાથમાંથી જાય ત્યાં નેણે મઝધાર આંસુની પ્રભુ આપ જ આ બાલકના તારક 
પ્રભુ તમારી ને શક્તિની મહિમા અનેરી... 

તમને દર સોમવારે મળવા હું શું આવું તમે તો આશીર્વાદ મુશળધાર વરસાવો,
મારા જેવું ભિખારી ન કોઈ તો આપ જેવું દાની જગતમાં ન બીજું કોઈ,
તમે પિતા શ્રેષ્ઠ છો અને રહેશો સદા મારે મન.

તન મન બસ એક જ આશ લગાવી બેઠું, તમારા ચરણમાં સદા સ્થાન આપજો, મારા દિલમાં તમે સદાય બિરાજમાન રહો, મોહ માયાનો વરસાદ ન જોઈએ મારે...જીવન હંમેશાં ગતિશીલ રહે 
તન મન ખાલી શિવ ગૌરી જાપ કરે.
નાવ સમસ્યાઓથી અટકે મઝધારે શિવગૌરી નામ પાર ઉતારે ભવસાગરની નૈયા.

શૈમી ઓઝા "લફ્ઝ"

Monday, 15 August 2022

કાવ્ય:વિવિધતામાં એકતા....

વિવિધતામાં એકતા...

મારો દેશ મારુ વતન સોહામણુ,પાવનધરા જ્યાં રામ કૃષ્ણ અવતર્યા હતાં,

જ્યાં કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો,
એ કણ કણ સાક્ષી છે,ગૌતમબુધ્ધને મહાવીર સ્વામી અવતર્યા હતા,જય હિંદ.
સૌ ધર્મના લોકો પરસ્પર સંપીને રહે છે,પરસ્પર પ્રેમભાવથી રહે છે.

આપણો દેશ સલામત રહે,
દેશમાં રહેલી બદીઓ દુર થઇ જાય,એ એક આશા છે,
હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી,જૈન,
પારસી,શીખ સૌ પ્રેમથી રહે
લોકશાહી શાસન વ્યવસ્થા છે,દેશમાં ધર્મ સહિષ્ણુતા પણ,
હકો ફરજોનુ પાલન કરતા જોજો હા દેશની અસ્મિતા ન હણાઈ જાય...
ભાષાની સ્વતંત્રતા એકબીજાના કલ્ચરને ખુશીથી વધાવી લેવું,એતો રગ રગેરગમાં વહે છે.
ઈતિહાસ ગવાહ છે,દેશમાં આક્રમણો થયેલા સૌની સંસ્કૃતિ રીત રિવાજોને કલા કારીગરીને માન આપી સતત પ્રગતિમય રહેવું,સૌ જોડે ભાઈચારો રાખવો આ છે દેશની પ્રશંસનીય બાબત,આપણો દેશ હજી અકબંધ છે...આપણી એકતા આમ જ રહે...આજ આશા દિલમાં સળવળે છે...

શૈમી ઓઝા "લફ્ઝ"


Sunday, 29 May 2022

કવિતા:રંગીન જીવન

રંગીન જીવન....

જીવનરાહ અદભૂત છે,
આનંદ મંગલે જીવજો જરા,કોઇ વાર મજા કે 
કોઈવાર ચડાવ મજા ને ચડાવ તો આવ્યો કરે સાથ 
હોય આપનો તો દરેક જીવનની દરેક પળ જીવી લેવાય જીવનનો દરેક સમય જીવી લેવાય....

શરીર કસાયેલ હોય કે કમજોર શું ફેર પડે છે!
સાથ આપનો મળે તો કહેવું શું જીવન રંગીન લાગે છે

વાતો ના સહારે જીવન થોડી જાય,સંઘર્ષ થકી તો મેદાન મરાય છે...આપનો સાથ હોય તો કહેવું જ શું રહ્યું.... બાપુ જીવન રંગીન લાગે....




શૈમી ઓઝા "લફ્ઝ"


Friday, 27 May 2022

काव्य:मैं हर स्त्री के मन की बात हुँ।

मै हर स्त्री के मन की बात हुँ...  ऐ दस्तूर बडा कमाल का है सब शास्त्रों वैदो के नाम मेँ भेंट चड जाउँ मे हर स्त्री के मन की बात हु।  समाज बेटी पढावो का परचम लहराकर हर रिति रिवाज के नाम  अपने सपने आँसु मे बहा दैने वाली नदी  हुँ, मे हर स्त्री के मन की बात हुँ।  प्यार किसी और से शादी किसी ओर से, दिल के जस्बातो को  समजाने की आदत सी  हो गई हैं,पर ईस बेचैन से दिल का क्या? मेँ इज्ज़त के नाम पर कुरबान हुई  हर स्त्री के मन की बात हुँ।  नवरात्रि बहुत प्यारा त्योहार हैं, नौ दैवी ओकी पूजा तो बडी भक्तिभाव से  की करने वाले अपनी ही बेटी और पत्नी को घरों गालीगलौज करने वालों की कोई कमी नहीं, मे घरेलू हिंसासे पिडित हर स्त्री के मन की बात हुँ।  बेटी बचाओ बेटी बचाओ का नारा लगातार, बडी बडी डिन्गे मारने वाले मैंने बहुत दैखे है, बेटो की चाहत के गर्भ मेँ मार दी गई हुई  हर,बेटी की चित्कार हुँ,मेँ स्त्री के मन की बात हुँ।  मां कहेती है तुम घर कि इज्ज़त खराब मत करो, बेटो को नहीं कहा जाता कि तुम किसिकी ईज्जत  से साथ खेला न करो,हवस का शिकार बनी हुई स्त्री के मन की बात हुँ।  ए दस्तुर बडा कमाल का है, सब वैदो शास्त्रों के नाम मेँ भेट चड जाउँ, मेँ वो हर स्त्री के मन की बात हुँ।         शैमी ओझा "लफ्ज़"

Thursday, 26 May 2022

કાવ્ય; પિતા એક અનુભુતિ....





પિતા એક અનુભુતિ-
શિવજી પરમાત્મા...
(જય મહેશશ્વર જગતપિતા
ગિરિજા સંગ આપ શોભાયમાન નંદીશ્વર વહાન આપનું,ગંગાધર,કોટી કોટી વંદન પાપા)

હું સંતાન તમારુ તમે પ્યારા પિતા,
જ્યારે હું ભુલી પડી ત્યારે હિંમત બન્યા,જીવનમાં જ્યારે હું ભુલી પડી ત્યારે
માર્ગદર્શન તમે કર્યું,સારા ખોટાની સમજ આપી,જ્યાં હું ખોટી હતી ત્યાં તમે કડક બન્યા,હું જેવી છું ગાંડી એવી તમે મને સહજ સ્વીકારી;
એ પરમાત્મા પિતા શિવજી જય મહેશ ગિરિજાપતિ,
આ વંદન કરો સ્વીકાર,જાણુ છું પિતા તમે દેવત્વની જંજીરે બંધાયેલા 
છતાંય તમે મારી પોકાર સુણી પિતા દોડ્યા દોડ્યા આવ્યા,દુઃખનો વરસાદ ભલે ને હોય આપના આશીર્વાદથી મજાનો લાગે,
જ્યારે ઉદાસ હું હોવ ત્યારે આપનો પ્રેમભર્યો દૈવી સ્પર્શ મને હિંમત આપે છે,પહેલાં પરીક્ષા લઈ પછી પરીક્ષામાં ચોરી કરાવવી પાપા આ લીલા તમારી સમજવા હુ રહી અસમર્થ,
સંકટ આપી સંકટ સામે લડવાનો ઉપાય આપનું નામ છે,
તમે દેવાધીદેવ કહેવાતા નથી આદીઅંત તમારો,અજરાઅમર તમે કહેવાતા,
દુનિયાએ બહુ બધું શીખવ્યું છે,હવે કંઈ નવું શીખવાની આદત નથી પિતા,દુઃખમાં ભીંજાઈ ઝુરુ એ પહેલાં આપની વાત્સલ્યરુપી છત્રી 
મને હિંમત આપે છે,આપનું નામ મારે મન પાશુપતાસ્ત્ર,
હું પાગલ તોય સંતાન આપનું,આપની મહાનતા અપાર છે,દરેક જન્મે આપ મારા પિતા બનો એવી અરજ આપના ચરણે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Monday, 23 May 2022

કાવ્ય:હાસ્ય


           હાસ્ય
એવી અભિવ્યક્તિ જે ચહેરાને ખીલવે, 
સુંદરતાને નિખારે છે હાસ્ય,
મનને તનાવમુક્ત કરે છે હાસ્ય,દિલને પ્રફુલ્લિત કરે હાસ્ય,હ્રદયરોગની દવા છે હાસ્ય,ખડખડાટ હાસ્ય એ 
સુખી હોવાનું પ્રમાણ,નિરોગી તન મન નો એક ઉપાય,હસતાં રહો ખડખડાટ હસો,તમારા હાસ્યથી દુશ્મન ભડભડ ભડકે બળે,આ જોઈ અશાંત જીવ માટે દયા જન્મે એ સ્વાભાવિક છે,પરંતુ હાસ્ય તમારા રોગોની દવા છે,એટલે જ તો કહેવાય"હશે એનું ઘર વસે....


શૈમી ઓઝા "લફ્ઝ"



Sunday, 22 May 2022

કાવ્ય:નારીશક્તિ....

નારીશક્તિ

નારી તુ જ શક્તિ તુ જ 
બ્રહ્મસ્વરુપિણી,તું ભાંડોદરી તુ સંચાલક પોતાની જાતને ન સમજ અબળા,હંમેશા પોતાના હક માટે રહે તત્પર,તુ ભિતરે ઝાંખી જો જરા નથી તુ કોઈ મનોરંજન કે ઉપયોગ ની વસ્તુ ,દરેક સ્વરૂપે પુરુષ ને પરમાનંદની અનુભુતિ કરાવી,સુના જીવનને ખુશીઓથી રેલમછેલ કરી દેતી.ઓફિસને ઘરનું સંચાલન મજાથી કરતી,બાળકનું શારદાનુ રૂપ ધરી ભણાવતી,બિચારી બની સહાનુભુતિ મેળવવાનુ છોડી આગળ વધવા મીટ માંડ જીવનમાં જગત વ્હાલુ લાગશે તને....

શૈમી ઓઝા "લફ્ઝ"

કાવ્ય:વૃક્ષો

            

              વૃક્ષ
ઘનઘોર ઘટા,જટાળા જોગી તપસ્વી સમા,ટાઢ તાપ,તડકો વેઠી વરસાદ આપે,વરસાદ આપી છત્રી બને,જીવને ખોરાકને છાંયો આપી શરણે લેતા,અમે સૌ જીવો ઋણી આપના ઓ સંતમહાત્મા,અમને તંદુરસ્ત હવા,ને વાતાવરણ પુરા પાડજો....
પૃથ્વી માં ને પ્રદુષણથી  બચાવે,પર્યાવરણ બચાવવાનો એકમાત્ર ઉપાય,આવનારી પેઢીઓને 
તંદુરસ્ત ને રોગમુક્ત જે રાખશે એ વૃક્ષ છે,
સજીવોને હવા પૂરી પાડે,અપકારનો બદલો ઉપકારથી આપે,એ સંતમહાત્મા સમા વૃક્ષો....
ની વંદના કરીએ એટલી ઓછી છે.....

શૈમી ઓઝા "લફ્ઝ"

Saturday, 21 May 2022

काव्य:कुर्सी

कुर्सी

शब्द दो अक्षरों से भरा,
बोलते है,पावर आवे,
मैं उपर आसमां नीचे,
ए आवारगी दिल मैं छाये,
तन मन मैं सत्ता का घमंड आवे,मैं कुछ सब तुच्छ ए घटिया सोच मन दिल मैं कब्जा कर गई,जीतना बहार निकले इतना अंदर घुसता रहुं,कुर्सी तेरे होते मैं खुद को महेफूस समजु,तेरे खोनै का डरने मुझे बावरा सा कर दिया,मेरी नींद चेन चुरा रखा हे
है,प्यारी कुर्सी तुने....


शैमी ओझा "लफ्ज़"

કાવ્ય:ભારત

             ભારત...

મારો દેશ દુનિયામાં નિરાળો,એનો ડંકો જગતમાં વાગે,વિવિધતામાં એકતા,
સૌ ભેગા મળી આનંદ સંપે રહે,આ અખંડ ભારતની છે એકતા છે નિરાળી સૌ ધર્મના સભ્યો દરેક તહેવાર પ્રેમથી મનાવે એક દોર ના અલગ મોતી જેને પ્રેમના તાંતણે બાંધી રાખ્યા આ દેશ આખાય જગતમાં મિશાલ છે,જનગનમન રાષ્ટ્રીયગીત સુરાતન,રંગ ચડાવે,જય ભારત માં 
અમે સંતાન તમારા...
સૌ પર અમી દ્રષ્ટિ રાખજો....




શૈમી ઓઝા "લફ્ઝ"

Friday, 20 May 2022

કાવ્ય:સુહાગણ



સુની માંગ સિંદુરથી શોભે
ગળામાં મંગળસૂત્ર હાથમાં ચૂડીની ખનખન જે સુહાગની છે નિશાની,પગની પાયલની ખમખમ જે આપના હોવાનું પ્રતિક છે,આજીવન બરકરાર રાખજે ખમ્મા પ્રસન્ન મહેશ ભવાની....

ચહેરાની લાલી ને લાલ લીલી સાડી પહેરી હું હોશે હોશે ગોરાબાઈ,શરણોમા તારા રાખશે અમર સુહાગણ રાખજે,ખમ્મા પ્રસન્ન મહેશ ભવાની..

કરવાચોથ વટ સાવિત્રી વ્રત આદર્યું હું ગાડીઘેલી તોય આપનું સંતાન પ્રાર્થના મારી સ્વીકારજે,હું હરખે હરખે માડી તારા દ્વાર આવી,

ચરણોમાં રાખો કે તરછોડો માં
આ નિર્ણય તમારો મને માન્ય રહેશે આપના બાળકને સુધારવુ આપના આધિન છે,
તમે મોટા દયાળુ,તમે મમતાની મુર્તિ મને અમર સુહાગણનું વરદાન નહીં આપો માડી,
જય પાર્વતી સુખ કરની,દુર્ગા માડી શુભગામિની,કાલરાત્રિ શત્રુ વિનાશિની,શંકરપ્રિયે,
આપની બેટી આપના દ્વાર આવી આપણો નાતો છે જન્મોજનમનો કૃપા કરો માં 
આપની બેટીની ઝોળીના ભાગ્યમાં અમર સુહાગનના હસ્તાક્ષર નહીં કરો,જગતની ડોર આપના આધીન છે માતા,
ખમ્મા પ્રસન્ન મહેશ ભવાની

શૈમી ઓઝા "લફ્ઝ"

Wednesday, 18 May 2022

કાવ્ય:કોરોના

કોરોના....

ચાલો મુક્ત મને વિસરીએ
સાથ સાથે મજાથી સફર કરીએ, જોજો આપણે વિખુટા ન પડીએ...

ચહેરે માસ્કરુપી આવરણ 
લપેટી સુરક્ષા માટે બે ડગ માંડીએ...

સૌ મિત્રો પ્રસન્ન થઈ આનંદ કરીએ જોજો હા આ પ્રસન્નતા માંદગી ન લાવે
કોરોના સામે મજબૂત લડત આપીએ....

હાથ મિલાવવાને બદલે પ્રણામ કરી કામ ચલાવીએ
ભીડવાળી જગ્યાએ જવાનું ટાળી કોરોના સામે યુદ્ધ લડીએ,આપના સાથની એજ ઝંખના દિલમાં સરવળે છે અકબંધ


શૈમી ઓઝા "લફ્ઝ"



Tuesday, 17 May 2022

કાવ્ય:મને દુર રાખજો....

કોઈને નિરાશ જોઈ હૈયું ટાઢક ટાઢક અનુભવે આવી ગંદી રમતથી જરા મને દુર રાખજો,

જીવનમાં દુઃખનની અનુભુતિ કરી બીજાના દુઃખમાં ભાગ પડાવવો આ દિલની પ્રકૃતિ છે,

કોઈને ખુલ્લા બદનામ કરી આત્મસંતોષ અનુભવનારથી ઈશ્વર મને દુર રાખજો...

હું રહ્યો મારી દુનિયામાં વિહરનાર જીવ,કોઈનું ખરાબ કરી આનંદ અનુભવનાર મનેખથી મને ઈશ્વર બક્ષી દો તો સારું છે,

એ અશાંતિ અનુભવનાર જીવ પર આપ અમી નજર રાખજો...

શૈમી ઓઝા "લફ્ઝ"

Monday, 16 May 2022

કાવ્ય:શબ્દ રમત

શબ્દોને થોડા છેડવામા આવે તો કેવુ રહે,
મનની ઉર્મીઓ કહ્યા વગર જ રજુઆત થઈ જાય તો કેવું રહે,શબ્દ રમતથી થતો દિલનો મામલો ગંભીર થઈ જાય તો કેવું રહે,મનની વાતો આપોઆપ છપાઈ જાય તો કેવું રહે ...


શૈમી ઓઝા "લફ્ઝ"

Sunday, 15 May 2022

કાવ્ય:સફળતાની રાહ

સફળતાની રાહ...

એ માનવ ઉઠ જાગ
ચાલ રાહ પર તમે સફળતા ઈનામમાં,આમ આળસુ બની પડી શું રહ્યો છે,આ
સોનાવર્ણો સમય આમ વેડફ નહી,ઉઠ ચાલ તારી મંજીલ રાહ જુએ તારી,
ઉઠ જાગ છોડ બધી માયાજાળ સફળતા તો ગિફ્ટ પેપરમાં પેક કરી ઇશ્વરે રાખી છે... સમય આવતા મળી જ રહશે



શૈમી ઓઝા "લફ્ઝ"

Saturday, 14 May 2022

કાવ્ય:નરસિંહ મહારાજ....

નરસિંહ મહારાજ

જય નરસિંહ મહારાજ,
જય નારાયણ નારાયણ વંદન હો...

વધ્યો પૃથ્વી,સ્વર્ગ પર 
પાપચાર ત્યારે હરીએ યુગે યુગે અવતાર ધર્યો.દાનવને હણ્યા રાક્ષસ ને હણ્યા
પાપોનો નાશ કરી ધર્મનો શંખનાદ કર્યો.

હિરણ્યાક્ષને હરીએ હણી નાંખ્યો.
હિરણ્યકશિપુનું જેવું જોર વધ્યું,રાક્ષસના ઘરે હરીભક્ત અવતરે,
એવી લીલા કરે નારાયણ દિનદયાલ,
એનું પ્રહલાદ નામ,
ધરતી ત્રાહીમામ ત્રાહીમામ કરે,હિરણ્યકશિપુ એ પિતૃધર્મ એકબાજુ મુકી
અભિમાનથી ચુર થઈ
દિકરા પર વિતાવ્યો કાળોકેર....
તેડી ચોટી તાણી છેવટે નિષ્ફળતા હાથ આવી 
લોહસ્તંભને જેવી બાથ ભરીને નરસિંહ મહારાજ આવ્યા,તિક્ષ્ણ નખ વડે દાનવ હિરણ્યકશિપુને ચીરી નાંખ્યો....
જય નરસિંહ મહારાજ, નારાયણ અંશાવતાર જય જય જગતપતિ પાલનહાર
ભય કષ્ટ હણી અભયતાપ્રદાન કરશો મહારાજ વિનંતી આપની ચરણે એક મારી પ્રભુ....


જય નરસિંહ મહારાજ,
જય નારાયણ નારાયણ વંદન હો...


શૈમી ઓઝા "લફ્ઝ"

કાવ્ય:જંગફુડનો ચસ્કો

જંગફુડનો ચસ્કો

એ હાલો હોટલમાં ખાધું,તો ભલે ને ખાધું,
મજાથી પછી હોસ્પિટલમાં બુકિંગ કરાવજો રે...
માંદગીની કંકોત્રી આવશે...

બર્ગર,પીઝા,ચાઈનીઝ ફુડ,
પેસ્ટ્રી,ડેઝર્ટની લિજ્જત બહુ આનંદે માણી હફ્તા હોસ્પિટલના ભરજો રે...
માંદગીની કંકોતરી આવશે...

ખાટલામાં સફેદ ચાદર,ઈંજેક્શનને દવાથી સજાયેલો બેડ બુક કરાવજો રે માંદગીની કંકોત્રી આવશે...

લબાલબ ખાધુ ને છલોછલ ખાધું ખાધેલાના હફ્તા વ્યાજસહીત ડોક્ટરને ચુકવજો રે,માંદગીની કંકોત્રી આવશે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Thursday, 12 May 2022

કાવ્ય:સીતા....

             સીતા...

જય જય જનક નંદીની
સુનૈના દુલારી,ઉર્મીલા ચ ભગિન્યા,રામસ્ય અર્ધાંગિની...નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે સીતા દેવ્યૈ:નમો.નમઃ

તપ જપ ને પતિવ્રતાધર્મ કવચ થકી જગમાં સતી તરીકે પુજાતા...સ્ત્રીઓમાં તમે પ્રેરણા કહેવાતા,

જય જય સીતે માતભવાની,વિષ્ણુ પ્રિયા
લક્ષ્મી અંશા અવતારીણી,
તમારા નામથી જાણે અજાણે લાગેલ કલંક મટી પવિત્ર વ્યક્તિત્વ નિખરતુ,
જય જય જય માતભવાની,ધરતી પર પાપાચાર જોઇ માડી નારાયણ ને પગલે પગલે ચાલી લક્ષ્મી મટી સીતાજી બન્યા રે...

ખેતર ખેડતા એકપુત્રી મળી 
જનકને એના આગમનથી મિથિલા માં વર્ષા આવી જો
આખીય મિથિલા હરખે હરખે આનંદ કરી બાળકન્યારુપી દેવીની ચરણવંદના કરી,ધરણીપુત્રી સીતાની નામે નામચિન થઈ ગઈ..

પિનાક ધનુષ તોડી રામ સીતાને વર્યા જો,રાવણ શું હરણ કરી ગયો,નિષ્કલંક દેવી સીતા શું અપવિત્ર થઈ ગઈ રામ આપ ક્યાં ના ભગવાન?સતીની અગ્નિ પરીક્ષા લીધી,તમારું હ્રદય પ્રભુ શું પાષાણ થઈ ગયું,
સપતવિધી સીતાની થઈ ત્યાં ધરણીકંપન થયું, આખુ અયોધ્યા અચંબામાં મૂકાયુ સાથે આખીય નગરીમાં હાહાકાર મચી ગયો.ધરણી માં સીતાજી સંગ જળમાર્ગ થકી વૈકુંઠધામ નિસર્યા રે....

શૈમી ઓઝા "લફ્ઝ"

કવિતા:દિલથી દિલની વાત...

દિલથી દિલની વાત...

રસ્તામાં અસ્મતો શું પસાર થઈ ગયો,જોતજોતા કમાલ થઈ ગયો,તરસ હતી દિલને આપની ઝલકની અરે...આ શું આપની ચાહતમાં હુ મશહૂર થઈ ગયો..
કોઈએ મસ્તી મજાકમાં આપનું નામ શું છોડ્યું,મારે મન મનેખ  તારણહાર થઈ ગયો.
કહેવાય છે કે મોહમાયા બહુ ખોટીચીજ છે,પરંતુ શું કરુ,આ પરિસ્થિતિ મારા ગજા બહાર છે,હું આ દિલને જેટલી આંખ દેખાડી હું દબાવુ છું,તેટલું જોરથી ઉછાળા મારે છે,તારી અફીણથી લથબથ આંખો
મારું શાન ભાન ભુલાવે છે..
એ...શું કરુ તુ જ કહે ને,એકબીજાને અવગણી રાજી થવું,એ પ્રેમ હતો કે શરારત!સમજ બહાર છે,આંખોનો પલકારને ગાલોના ખંજન જે દિલમાં ઉતરવાની સીડી છે,જો મળે મંજુરી આપની તો શબ્દો સાથે છેડછાડ જ કેમ કરવી.
મનના તારને સહેજ શું ઝંઝોળ્યો યાદ આવ્યું,તારુ નામ જ દર્દની દવા ને દુવા છે,જ્યાર ચાહતે હદ શું વટાવી બાપુ પ્રેમથી પ્રેમનો વેવાર થઈ ગયો,દિલમાં એક ધુન રણકે છે,બસ...પ્રેમ...પ્રેમ...ને...
પ્રેમ,કારણ મળ્યુ જીવવાનું તો સંન્યાસી જોગીડો મટી સંસારી દિવાનો થઈ ગયો.
ખબર છે,આ દિલને કે ઈશ્કની રાહમાં જેટલા ઉતરો એટલું બહાર નિકળવુ વહમુ લાગે છે, પરંતુ ઉતર્યા પછી યાદ આવ્યું કે પાગલપનમાં હદ વટાવવાની મજા કંઈક અલગ હતી ...

શૈમી ઓઝા 'લફ્ઝ"

Saturday, 7 May 2022

માં પાર્વતીની વંદના

 

     માતૃદિવસે આરાધ્યા માં પાર્વતીની વંદના...
---------------------
 જય જય હિમાવન કન્યા,તમારી છબી મનમોહી લેતી,મમતાથી છલોછલ નયન તમારા,તમારુ સંતાનને પોતાની અંદર સમાવી લો માડી,
તમે છો મારી પ્યારી માં
જય જગતંબે જગત અધિષ્ઠાત્રી,તારા નામથી ભક્તો સઘળા સુખ પામે,
જય જય ખડાનન ગજાનન માતા,કહ્યા વગર બધું સમજી જાતી,અંતરનો પુકાર ઝટ સુણી દોડી દોડી આવતી,અરજ સુનો મોરી માત ભવાની,જય જય શિવાર્ધાંગિનિ,તમારા નામ હજાર છે,પ્યારી માં તમારું પાર્વતી નામ આ દિલને વ્હાલુ લાગે,નસ નસમાં આપનું નામ જપાય,તો કોની તાકાત છે મને હટાવી શકે પાછળ,પરમપિતા શિવ ને મૈયા પાર્વતી આખું જગત તમારુ સંતાન કહેવાતુ,કણ કણમાં તમે વિસરતા,કોઈ ભુખ્યુ ન સુવે માડી,દરેકની મનોકામના પુરી કરજે,તમારા દરબારમાં કોઈ ખોળો પાથરી તને વિનવે,એ શિવલોક પામતું,
જેના આગળ પાછળ કોઈ ન હોય એની માવડી તુ બની રહેતી.તમારા જાપ માત્રથી સ્ત્રીઓ અમર સુહાગન રહેતી,કુવારી કન્યાને મનપસંદ વર આપી એની ઝોળી માડી તુ ભરતી,
નવદંપતિને સુખી દામ્પત્યજીવનના આશીર્વાદ આપી પ્રેમની એવી ગાંઠ લગાવતી ક્યારે અલગ ન પડે તેઓ.તમે માતા હું સંતાન આ જીવનની દોર આપને આધિન છે આરાધ્યા કદમે કદમે માડી હિંમત બનજો મારી,મને પાપના પંથેથી પાછી વાળી માર્ગદર્શક મારી થાજે,જય પાર્વતીમૈયા
આખાય જગતની સંચાલક
આપના નામના જાપમાત્રથી 
શિવના શક્તિ કોઈ મારી સાથે રહે ન રહે તમે ને પાપા સદાય મારી સાથે રહેજો આ અરજ આપના ચરણોમાં કરું છું માડી બીજું કંઈ ન જોઈએ દરેક જન્મે માડી તમે થાજો મારી...જય જય જય હિમાવન કન્યા,જય જય પ્યારી માં આપનો કરુણાભર્યો હાથ મારી પર રાખજો...માડી જય જય હિમાવન કન્યા....

શૈમી ઓઝા લફ્ઝ

Thursday, 5 May 2022

कविता:मुझे अपने दिर मैं छूपा लो ना....लिरिक्स:मुझको बरसात बना दो....

लिरिक्स:मुझको बरसात बना दो...
गीत:दिल मे छुपा लो...

मुझे अपने दिल मैं छुपालो,
जीने की वजह बना दो,अपना नशा बना दो,
मुसाफिर हु यु भटकने न दो,बातो मैं उतार के यु न छेडो(2)मेरे यारा तेरे बीन केसे जिया जाये,ये शिखा दो ना,मुझे अपने दिल मैं छुपालो...(2)

      ए बारीश का मौसम है,
ए दिल का मामला है,तु और मैं कही खो जाऐ,ए दिन फिर से वापस आए न आए,प्यार का जाम हुँ,संभल कर पिया करो,मुझे अपने दिल में छुपालो ना...(2) 

       मेरा प्यार बनजावो,जीना मुश्किल है अब तेरे बीना,मेरे हमसफर आफ बीन क्या हमारा वजूद(2)मेरे अल्फाज बनजावो,गझल हु मैं गुनगुनाते रहो,मेरे यारा,मेरे प्यार मुझे यु न छोडो,मुझे अपने दिल में छुपालो ना...(2)

मेरी सांस अपने नाम कर दो,दिल की धडकन बनजावो,एसे मत तडपावो ना,
वफा हुँ मैं,मुझे सुन लो
मरीज हु मैं पुकार सुनो लो बेचैन मन की दवा कर दो...अपने दिल में छुपालो ना....

बहेकती हवा हुँ मैं,जरा कसकर पकडा करो,अपने दिल एक कोना सा दे दो,
मेरे प्यार मुझे प्यार की इतनी बडी सजा मत दो,मुझे अपने दिल में छुपालो ना...(2)

बस एक ही तमन्ना है,
मेरी दुवा काम करजाए,
रब तेरे मेरे प्यार को बुरी नजर से बचाये,हँसकर कह दो सनम तुम सिर्फ और सिर्फ मेरे हो,मुझ को ए वादा कर दो मुझे अपने दिल में छुपालो ना...(2)

यादो कि दुनिया से बहार आया करो,पीछे छोडकर आवो दुनिया की बातो को,
हम अपनी दुनिया बसायेंगे,तुम थोडा हँसकर बतियाते रहो,मेरे जाना,मेरा दिल अब अपनी अमानत समजो़,अपने आंखो के समंदर मैं मुझे यु न भटक ने दो,मुझे अपने एजहार करने का एक मोका तो दो,
मुझे अपने दिल में छुपालो....

मुझे अपने दिल मैं छुपालो,
जीने की वजह बना दो,अपना नशा बना दो,
मुसाफिर हु यु भटकने न दो,बातो मैं उतार के यु न छेडो(2)मेरे यारा तेरे बीन केसे जिया जाये,ये शिखा दो ना,मुझे अपने दिल मैं छुपालो...(2)

Shaimee oza "laffz"


Wednesday, 4 May 2022

કવિતા:ઉર્મીઓની શ્રુખલા

ઉર્મીઓની શ્રુખલા...
..................................
તન મન લાગણીએ રંગાઇ જાય છે,ત્યારે કાવ્ય લખાય છે,કહેવાય છે કે આંસુઓને
પણ શાબ્દિકભાષા હોય છે,હૈયે શુળ ભોકાય છે,શુ દર્દની તે કોઈ પરિભાષા હોઈ શકે,શું દર્દીલી પણ શબ્દ રમત હોઈ શકે!
કોઈ શેર શાયરી નામ આપે તો કોઈ ઉર્મીઓ
કહે,દિલના ટુકડા થાય ને આંખોથી આંસુઓનો દરિયો રેલાઈ જાય,લાગણીના રંગે રંગાઈ જાતુ હૈયું વલોપાત કરે ત્યારે તો કાવ્ય લખાય છે.હૈયાની વેદના કોણ જાણે...સપનાંઓ મૃગજળ બની રહી જાય છે,કોઈ પોતાનું તમને છળી જાય છે
તે દર્દની હારમાળાને કોઈ કાવ્ય તો કોઈ શેર કહી જાય છે,પ્રેમમાં ખતા ખાધેલો માણસ કવિ કહેવાય તો કોઈવાર દેવદાસ બની જાય છે,દિલ તુટતા ક્યાં અવાજ આવે છે,લાગણીઓને ક્યાં કોઈ લાજ હોય છે,કરે કોઈ પામે કોઈ આ દસ્તુર એ આલમ દિલની આહટ જ્યારે હદ વટાવે છે ત્યારે કાવ્ય શેર રચાય છે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Tuesday, 3 May 2022

કાવ્ય:રમઝાન ઈદ

         

       રમઝાન ઈદ

-------------------------

રમઝાન મહિનાની કઠીન

તપસ્યા બાદ આ તહેવાર આવે,ઈદ ઉલ ફિત્ર ને ઈદનો તહેવાર ગણાત

મારા વ્હાલા મુસ્લિમ ભાઈઓ બહેનોનું નવું વર્ષ કહેવાતું....

હૈયે હરખ સમાયો ન સમાય

નમાઝ અદા કરી સૌ ઈદ મુબારક પાઠવી ખુશીઓનુ આદાનપ્રદાન થાય...

જુના વેરઝેર મતભેદ વિસરી પ્રેમ પ્રેમ વહેચાય

ઈશ્વર કહો કે અલ્લાહ 

એજ નિર્ગુણ નિરાકાર સદાશિવ એક નામ અનેક....

હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ

ઇદ હોય કે દિવાળી શું ફેર પડે છે,આપણે મન સૌ તહેવાર સમાન,

દિવાળીમાં ફટાકડા

ને મિઠાઈ તો રમઝાન ઈદમા 

ખીરપૂરીની મિજબાની માણી,ઈદની ઉજવણી કીધી...

ખીર સેવૈયાની જે સંબંધો માં મિઠાશ લાવે ને પૂરી સબંધોમાં નરમાશ ને કડકપણુ લાવે,જીવનના દરેક દિવસ સરખા ન હોતા સમય સંજોગ પ્રમાણે વર્તતા શીખવે,આમ હરખે ઈદ ઉજવાય...

"લફ્ઝ"રાગ,દ્વેષ,વેરઝેર,

ભુલી એકબીજાને ભેટી ઈદની ખુશીઓ વેચાય...

આપણે સૌ એક ઈશ્વરના સંતાનો રહ્યા મતભેદોમાંએ 

પ્રેમ છુપાયેલો છે,લડીઝગડીને પણ આપણે સૌ એકબીજાની

ખુશીઓના રંગે રંગાઈએ છીએ

આ જ તો પ્રેમ છે,નિસ્વાર્થ પ્રેમ..

(મુસ્લિમ ભાઈ બહેનોને ઈદની હાર્દિક શુભકામનાઓ....)


શૈમી ઓઝા "લફ્ઝ"



प्यार का दर्द...

 

दो नयन की शरारत

मंजुरी दो दिल की है

इसे ज्यादा हम क्या कहे?

सपनो के नगर से 

भुल गई, रात गई बात गई,

सपने पल मैं खुशी देते है,

तो पल मैं गम देते है,इसे ज्यादा हम क्या कहै?


वादा दिया बडा लेकिन

जान जान कहकर मुंह मुखरने वाले कि न कोइ 

कमी है आप क्या जाने बेवफाई का दर्द, किसीकी यादों में तडपा हो उसके अलावा कोन जाने ये बेचेन मन की आदत....


ए दिल इसे ज्यादा क्या बताए आशियाना....



शैमी ओझा "लफ्ज़"





Monday, 2 May 2022

કવિતા:એ જોવુ રહ્યું.....

હું શૈમી ઓઝા લફ્ઝ આપ સમક્ષ પોતાની રચના પ્રસ્તુત કરું છું....

કાવ્ય:એ જોવુ જ રહ્યું...

મુજ ભિતરે વિચારોનું યુદ્ધ ચાલી રહેલું,પ્રેમ તરસતુ મન જીતે છે કે નફરત ભરેલું  દિલ જીતે છે,એ જોવુ જ રહ્યું....

ચાહત બંન્નેપક્ષે હતી,
અચાનક જ આ ઘટના ઘટેલી હું અજાણ ને તુય અજાણ;આ તસતસતુ યૌવન હતું કે,
પ્રેમની ભૂખ હતી એ જોવું જ રહ્યું...

એ વાત વાતમાં તિખળ કરતાં લફ્ઝ વધુ ન જો મને
આ નજરની આદત 
પ્રેમમાં બદલાશે,ત્યારે હૈયે
એક જ ઉક્તિ નિકળતી મજાક હકીકતમાં ન ફેરવાઈ જાય જોવુ જ રહ્યું...

નખરાળુ હાસ્ય દિલના છુપા રહસ્ય છતાં કરી નાંખતુ તો શબ્દને શું કામ પીડા આપવી,આ હાસ્યને
શું નામ આપવું એ જોવુ રહ્યું...

મને હાસ્યની પરિભાષા સમજાઈ તોય બહુ મોડી,મૌન થકી તો ઘણું બધું કહેવાઈ ગયું,મુલાકાત તો પુરી થઈ,અસર હૈયે અકબંધ રહી,મનોમન એક શંકા ગઈ નખરાળુ હાસ્ય હતું કે બીન પુસ્તક વાર્તાસંગ્રહ એ જોવુ રહ્યું...

વાર્તા સંગ્રહનુ વળગણ તન મન પર અતિશય હાવી ન થાય તે જોવુ રહ્યું...

સામે મળે ત્યારે ખખડી સ્માઈલ આપે,આંખોના બાણ વિધી નાંખે તો
ગાલના ખંજન મારી તિખળ કરતાં કહે લફ્ઝ સમજદાર ને સંકેત કાફી છે,આને શું નામ આપી શકાય એ જોવું જ રહ્યું...

એ મને કહી જતા તુ સાવ પાગલ છો,કવિ છે તો ધબકારાની ભાષા સમજતાં શીખ,તને પ્રેમ છે.છતાંય કેમ ન સ્વીકારે,નામ આપનું 
સાંભળી ઉછાળા મારતી લાગણીઓને ધમકાવી બેસાડી તો દીધી,બહુ પ્રયાસ છતાંય ન ઉકેલી શકાયો આ કોયડો અંતે અંજામ અહીં પહોંચ્યો,આ નિર્દોષ પ્રેમ હતો કે તારા મારા મનનો વહેમ હતો એ જોવુ રહ્યું,આ અંતિમ પડાવે પહોંચેલુ પ્રકરણ અધુરુ ન રહે તે જોવુ રહ્યું...

શૈમી ઓઝા "લફ્ઝ"

Monday, 28 March 2022

કાવ્ય:ક્યાં વાર લાગે છે....??

ક્યાં વાર લાગે છે....

  એ મન હવે દર્દનો કોથળો ઠાલવી દે 
આ દિલને ભાર લાગે છે,
વિરહરુપી બાણે મને હણી નાંખ્યો છે,
હવે તો ભીડમાં ચાલતા પણ ભણકાર લાગે છે,
આપની યાદોમાં સતત ઝુરેલા દિલને એકલતા ભાવી 
ગઈ છે,જ્યારે વાત પ્રેમની આવે ત્યારે કડકડતી ઠંડીમાં પણ દિલને જુદાઈ
રુપી ગરમી સતત દઝાડ્યા કરે છે.
એક સમય એવો હતો,તેમને મનમંદિરના ઈશ્વર માનેલા,પણ માનસ હ્રદયને ઈશ્વરત્વનો ગૂમાન આવતાં ક્યાં વાર લાગે છે,
અધુરા સપનાંઓને ક્યાં કોઈ હયા કે શરમ હોય છે,જે છોડીને ચાલ્યું જાય એને મેળવવા આંધળી દોટ મુકે છે.
આંખોથી આંખોની શરારત
લ્યો જોવો એવી તે ભારે પડી,સિવાયેલા હોઠે પણ
દિલના ખાનગી રહસ્યો જાણે અજાણે જાહેર કરી દીધા,રડી રડીને સૂઝી ગયેલી આંખો અને વિધાયેલા હ્રદયને શોકસૈયામા ડૂબી જતાં ક્યાં વાર લાગે છે?
લફ્ઝ મોજા બની ઉછાળા મારી રહેલી લાગણીઓ ચિંગારી બનતા ક્યાં વાર લાગે છે.
શબ્દરુપી માયાજાળને લોકો શાયરી સમજી બેઠા છે,હૈયુ વેદનાઓના પ્રહાર ઝીલી ઝીલીને પથ્થર બની ગયું છે,મને સબંધોની આન ન આપો તો સારું છે.
આ ધસમસતી ભીડમાં કોઈ સાચું ઈમાનદાર મળે તોય સારું છે,
અરે...મુહફટ કવિ છું,જે દિલમાં હોય તે કહી નાંખું છું,ધાકધમકીરુપી બાણો અમારા પર ન ચલાવો તો સારું છે.


શૈમી ઓઝા "લફ્ઝ"

Wednesday, 2 March 2022

વાર્તા:એ દિલ સંભલ જા જરા...

કોરી આંખે ભીના સપનાં"
     
         "જીંદગીની હકીકત દર્શાવતી અને સમાજીક ઘટના ઓને આવરી લેતી કાલ્પનિક વાર્તાઓ"

(આ નવલીકા વાસ્તવિક જીવનને આવરી લે છે,અને સમાજમાં બનતી સારી નરસી ઘટનાઓનુ વર્ણન કરે છે.

તમારા પ્રતિભાવ મને મેઈલમાં જણાવશો)

વાર્તા: એ દિલ સંભલજા જરા,સુન લે જરા મેરી પુકાર...

    
                આજે વાતાવરણ શાંત હતું,મંદ મંદ પવન અને ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો.વૈભવી હાથમાં કોફીનો મગ લઈ કોફીની ચુસકી સાથે વરસાદને એકીટસે નિહાળી રહી હતી,ત્યાં એકાએક અવાજ આવ્યો "અલી... વૈભવી ક્યાં છો તને ક્યારનીય હું શોધું છું,ને તું અહીં છો...
આ સાંભળી વૈભવી મનમાં વિચારી રહી હતી."આ અવાજ તો મારી ફ્રેન્ડ નિલોફરનો છે,વૈભવી પાછું ફરી જોયું.ત્યાં તો નિલોફર જ હતી.વૈભવી તેની બાળપણની સહેલીને જોઈ તે એકદમ શોક જ થઈ ગઈ.વૈભવીએ તેને આવકાર આપતાં કહ્યું "હાય...નિલોફર તુ અહીં આમ અચાનક... તે તો મને સરપ્રાઈઝ્ડ જ કરી નાંખી.એ બતાવ તું આમ એકાએક અહીંયા...નિલોફર ઉત્સાહથી કહે "યા...યા...ઢે...ટે...ને...ન...સરપ્રાઈઝ ડિયર વૈભુ."
મને નહીં બેસવાનું નહીં કહે વૈભવી...વૈભવી આશાબહેનને મોટા અવાજે નાદ પાડતાં કહે"એ...નિલોફર કેટલા દિવસે આવી છે,તું એની માટે કોફી બનાવી લાવ.આશાબહેન નિલોફરને આવકારતા કહે "બેટા આવ...શું કરે તુ,
તારા કુટુંબમાં સૌ કેમ છે?મજા માં તો છે ને!વધુમાં આશાબહેન કહે "દિકરા વૈભવી તને એક વાત કહું મેં જ નિલોફરને બોલાવી હતી,હું જાણું છું કે તુ નિલોફર સાથે વાત કરીશ તો તારું બેચેન મન હળવું થઈ જશે.નિલોફર
"વૈભવીનું પોતાનું દુઃખ ભુલી તે નિલોફર સાથે વાતે વળી ગઈ.નિલોફરથી પુછાઈ જાય છે"તું કેમ છે વૈભુ...તારા વિશે જણાય મને શું વાત છે ડિયર...હું તને નોટિસ કરી રહી છું,કે  તું ખાલી મારી સામે ખુશ રહેવાનો દેખાવ જ કરે છે,પણ તું મનથી ખુબ દુઃખી અને ચિંતાથી ઘેરાયેલી છે,એ...ય...શું વૈભુ છુપાવે મારાથી જે હોય તે સાચું કહેજે..."બોલ તુ શું છુપાવે મારાથી.મને કહે વૈભુ તુ એ જ છે ને...કે જે આખીય કોલેજમાં 'ઝાંસી કી રાની' તરીકે તું જાણીતી થઈ હતી,તુ એજ વૈભુ છે ને કે જેને પ્રોફેસરને તેમની ગેરવર્તણુક બદલે તે ક્લાસ વચ્ચે થપ્પડ મારી સસ્પેન્ડ કરાવ્યા હતા.એ વૈભુ ક્યાં ખોવાઈ ગઈ.
પણ વૈભુ ડિયર આજે હું શું જોવું છું વૈભુ ક્યાં ખોવાઈ 
ગઈ,હું તો એને શોધી રહી છું મને એ વૈભુને મળવું છે!"

            નિલોફરના આ તીખા શબ્દબાણ સાંભળી વૈભવી થોડી અકળાઈને કહે,"અહીં મારા જીવનની ધુળધાણી થઈ ગઈ છે અને આ બહેનને મજાક સુજે છે, શું નિલોફર તુ તો એવી ને એવી જ રહી,શરારતી "આટલું કહી વૈભવી રડી પડી.

              નિલોફર વૈભવીને શાંત પાડતા કહે "અરે...વૈભુ રડ નહીં શું થયું હતું હું તો મજાક કરી રહી હતી,યાર,સોરી હું તો તને મુળમાં લાવવા બોલી હતી,સોરી તને ઓછુ આવ્યું હોય તો.

               વૈભવી તેની બેસ્ટ ફ્રેન્ડ નિલોફરને માફી આપતાં કહે" નિલોફર કોઈ વાંધો નથી,ચાંપલી... બેસ્ટ ફ્રેન્ડમાં સોરી અને થેન્કયુ ન હોય,હવેથી ધ્યાન રાખજે."
                  
              રડતી વૈભવીને હિંમત આપતાં નિલોફર કહે" તુ રડ નહીં તારી સાથે વિગતવાર જણાવ તો બની શકે તારી સમસ્યાનો રસ્તો નીકળી જાય તુ હિંમત રાખ સૌ સારા વાના થઈ જશે."

              નિલોફર વધુમાં ઉમેરતા કહે વૈભુ હવે મને હવે જણાવીશ કે શું થયું છે તારુ દુઃખ એ મારુ દુઃખ જ કહેવાય,મને નિરાંતે જણાય વૈભુ.વૈભવીના અવાજમાં ભય સાફસાફ વંચાઈ રહ્યો હતો.ભુતકાળનું ફરી પુનરાવર્તન થશે તેવો ડર તેને સતાવતો હતો,કંઈ મોટી ભુલ થઈ હોવાની ખીન્નતા તેના ભયભીત મનમાં ઘી હોમવાનું કાર્ય કરતી હતી. 

               નિલોફરના હઠાગ્રહને વશ વૈભવી કહે છે"નિલોફર હું એ દિવસ યાદ કરુ તો મને પોતાની જાતને ખત્મ કરવાના સતત વિચારો આવે,હું શું કરું,યુવાનીના જોશે ચડી,મેં એવું પાપ કર્યું જેનાથી હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું.મેં મારી કોલેજના છેલબટાઉ અને  અમીર બાપની બિગડેલ ઔલાદ ગણાતા રોમિતને હું મારું તન મન સોપી બેઠી,એની અર્થહીન ફોકટ વાયદાઓને હું પ્રેમ સમજી બેઠી.પણ હું નાદાન હકીકત અને ભ્રમ વચ્ચે નો તફાવત પણ ન સમજી.મારા મમ્મી પપ્પાએ મને ખુબ રોકવા પ્રયાસ કર્યો પણ હું મૂડમતી એક ન માંની,પણ મારા દિલને પ્રેમનું ભુત સવાર હતું,ગર્ભમાં રહી ગયેલા શિશુને પિતાનું નામ મળે એ માટે મેં હું આ બધું નજર અંદાજ કરતી રહી.લગ્ન ના દિવસો વિતી ગયા પછી રોમિતનો અસલી રંગ ધીરે ધીરે સામે આવવા લાગ્યો,પણ માંની મમતાએ તેને આ સહન કરવા લાચાર કરી નાંખી હતી.
આતો હવે તેને રોજનો નિત્યક્રમ થઈ ગયેલો.દિલમાં એક આશાની કિરણ સાથે જીવતી હતી"કે કાલ સારું થઈ જશે,હું અને રોમિત બંન્ને નવેસરથી જીવશું,પણ આવું નો બન્યું,રોમિતનો અત્યાચાર વધતો જ ગયો.વૈભવીની ધિરજનો આજ અંત આવ્યો હવે બસ હવે નહીં.

                  આજે તો હદ કરી નાંખી રોમિત દારૂના નશામાં ધુત થઈ ઘરે આવ્યો,નશામાં રોમિત તેની સાથે બજારૂ સ્ત્રીને લઈ આવેલો, આ જોઈ વિફરેલી વાઘણની માફક ભડકતા વૈભવી બોલી,કે "આ કોણ છે...તમને ખબર તો છે ને,કે આપણે એક દિકરો છે!તે લાજ શરમ ભાડે આપી છે કે શું હે ભગવાન તમે કેવા વ્યક્તિ સાથે મારો પનારો પાડ્યો છે,આટલું કહેતાં જ રડવા લાગી. તેના આ આસુંમાં પછ્તાવો સાફસાફ વંચાતો હતો. "

                  વૈભવીનો દિકરો કાર્તિક આ બધું જોઈ રહ્યો હતો,તે નાનો હતો પણ બધું સમજતો હતો.એને મમ્મીને હંમેશાં રડતા કરગરતા જ જોઈ હતી.નાનકડો કાર્તિક વૈભવીને હિંમત આપતા કહે,"મમ્મા તું હિંમત રાખ આમ રડ નહીં,"

              "એ...ય...તું કોણ છે મને કહેવા વાળી,તુ તારા માં બાપની ન થઈ તો મારી શું થવાની...ખેર...પણ હવે તારી સાથે કરેલા લગ્નએ મારી ભુલ હતી એને હું પણ પુરુષ છું મારી પણ કાંઈ જરૂરીયાત છે.એ તારાથી નથી પુરી થઈ શકતી,એટલે હું મારો રસ્તો કરી રહ્યો છું.આવી તો મારી જીંદગીમાં કેટલીય આવી અને ગઈ,પણ અફસોસ અત્યાર સુધી છુપુ રાખ્યું,પણ હવે તે આજે ખબર પડી જ ગઈ છે તો તું પણ હવે જોઈ લે..."

રોમિતથી મળેલી આ બેવફાઈ તે સહન ન કરી શકી,દિકરો કાર્તિક ભાઈબંધ જોડે રમવા ગયો હતો,ત્યારે વૈભવીએ આવેશમાં આવી આપઘાતનું પગલું ભર્યું,પણ કાર્તિક રોજ કરતાં કાર્તિક આજ વહેલો આવી ગયો મમ્મીને આવી હાલતમાં જોઈ તે હેબતાઇ જ ગયો.પણ કાર્તિક બહુ બહાદુર છોકરો હતો તેને હિંમત કરી તાત્કાલિક ધોરણે 108ને ફોન કરી હોસ્પિટલ ખસેડી,મમ્મીના ફોનમાં પહેલો નંબર આશાબહેનનો જોઈ કાર્તિકે ફોન લગાડ્યો.કાર્તિકના અવાજમાં ગભરાટ અનુભવતા કહ્યું"તમે વૈભવી માં ને કેવી રીતે ઓળખો? એમની હાલત બહુ ખરાબ છે.તમે તાત્કાલીક હોસ્પિટલ આવો એમની હાલત બહુ ગંભીર છે.વૈભવીને આ હાલતમાં જોઈ આશાબહેન પોક મુકી રડવા લાગ્યા. "


                 આશાબહેનના હૈયે ફાટ પડી,તરત જ હાફળા ફાફળા થઈ તેઓ પહોંચી ગયાં.તેના આ પગલાંથી તેના નિલેશભાઈના મગજ ઉપર ગહેરી અસર થઈ,પણ આ સમાચાર સાંભળ્યા પછી તેમની "હાલત પડ્યા ઉપર પાટુ" જેવી પરિસ્થિતિ થઈ તેઓ કોમામાં ચાલ્યા ગયાં.જ્યારે આદર્શ દિકરીની વાત આવે ત્યારે તેઓ પોતાની આંખની જ્યોતિ સમી વૈભવીનું નામ લેતા હતાં,પણ તેમની આ દિકરી તેમનો વિશ્વાસ તોડ્યો,એ હકીકત તેમનું મન સ્વીકારવા તૈયાર જ નોહતુ.આશાબહેનના પણ રોઈ રોઈ ખરાબ હાલ થઈ ગયેલા. પણ કહેવાય છે,ને કે સમય દરેક ઘાવ ભરી નાંખે છે.ધીરે ધીરે સરખું બધું ઠારે પડી ગયું હતુ ,પણ દિકરીની આ હાલ જોઈ તેઓ બધું ભુલી વૈભવીને ઘરે લાવી.સમાજમાં બધાં થુ થુ કરવા લાગ્યા.પણ આશાબહેન અને નિલેશભાઈએ દિકરીને ખુબ સારી રીતે કાળજી લીધી. પણ નિલેશભાઈએ દિકરીને માફ નોહતી કરી.હવે પ્રશ્નએ થયો કે દિકરી અને આ ભાણેજ કાર્તિકનું શું કરવું,વડીલોના મંતવ્યો જાણી એની ઉપર ચર્ચા વિચારણા કરી દિકરીને જેમ બને તેમ જલ્દી પરણાવી દેવી તે શરતે છુટાછેડા કરાવ્યા.આ વાતને બે વર્ષ વિતી ગયાં.વૈભવી હજુ આઘાતમાંથી ઉગરી નહતી,અને વૈભવીને  લગ્ન માટે સતત દબાણ થવા લાગ્યું.નિલોફર  મારા દિકરાને બીજો બાપ નથી આપવા માગતી મને આ થયા પછી માણસ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે,મેં નાદાનીમાં કરેલી આ ભુલ મને વિષેલા સાપની માફક ડંખે છે,વૈભવી નિલોફરને જણાવે છે કે "મારે બીજા લગ્ન નથી કરવા હું અહીં રહીશ તો મારે એમને લાગણીને વશ થઈ મારે લગ્ન કરવા જ પડશે.નિલોફર તુ મને કાઈ તું મને હેલ્પ કરીશ હું બહું આશા લઈ તારી પાસે મદદ માગી રહી છું,મને વિશ્વાસ છે કે તુ મને ના નહીં કરે.

             આ સાંભળી નિલોફરની આંખ ભીની થઈ જાય છે,નિલોફર સલાહ આપતાં વૈભવીને કહે "હું સમજી શકું છું તારા મનની વાત જો વૈભુ તારી ન હોય તો મરજી ન હોય તો ન કરીશ"વધુમાં નિલોફર તેને હિંમત આપતાં કહે,"વૈભુ હું તને એક સંસ્થાનો નંબર આપું,ત્યાં તને કામ પણ મળશે અને રહેવાનું અને જમવાનું પણ ફ્રી હશે,બોલ તુ કરીશ કામ
હું બોસને વાત કરી તારી વ્યવસ્થા પણ કરાવી દઉ.આટલું સાંભળી વૈભવીએ મનથી દ્રઢ નિશ્ચય કર્યો કે હું મમ્મી પપ્પા ઉપર બોજ નહીં બનું,સખ્ત મહેનત કરી દિકરાને ઉજ્જવળ ભવિષ્ય આપે,એને હું બાપની ગરજ નહીં સારવા દઉ.હું મારા દિકરાને બીજો બાપ નહીં આપવા 
માંગતી માટે હું તમારી આ ઇચ્છા નહીં પુરી કરી શકું.મમ્મી પપ્પા મેં નોકરી જોઈન કરી છે હું અને કાર્તિક બંન્ને અહીંથી કાયમ માટે જઈ રહ્યા છીએ.અમારી નવા જીવનની શરૂઆત કરવા.તમારા આશીર્વાદ મારી ઉપર સદાય રાખજો,શક્ય હોય તો મને માફ કરી દેજો.મને શોધવાનો પ્રયત્ન ન કરતાં.તમારી દિકરી વૈભવીને યાદ રાખજો દુવામા.વૈભવી અને દિકરા કાર્તિકને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પોતાની નવી દુનિયામાં કાયમ માટે ખોવાઈ ગઈ.

                        શૈમી ઓઝા "લફ્ઝ"
    
               

                




       

Sunday, 27 February 2022

28 ફેબ્રુઆરી ચુંટણીપર્વનુ પરિણામ...2021

28 ફેબ્રુઆરીના ચુંટણીપર્વનું પરિણામ....ભાજપ સરકાર

આપણા મોદી દાદાની પડે એન્ટ્રી
આખી દુનિયા ઉપર સિક્કો આપણા દાદુનો વાગે,
ભાજપનું નામ આવે ને વિપક્ષને કોંગ્રેસની બોલતી
બંધ થાય એ આપણી બીજેપી સરકાર,
વડનગર વાળા હિરા મા અને દામોદરદાસ નો
લાલ આખાય દેશનો હીરો છે,સાઉદી અરેબિયાના પ્રિન્સ,અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને અશરફ ગનીના ભેરૂ,
તમારી જોડલી ક્યાય ન મળે,
ઈમરાન ખાનને જીનપીંગ તમને શત્રુ ભાવે સદા પુજતા
આપના પક્ષને વિજેતા બનાવનાર ઉમેદવાર કેવી પ્રતિભા
બતાવશે,એ આવનાર સમય જણાવશે,
નાના બાળકોથી લઈ યુવાનો વયોવૃદ્ધ ને
સ્ત્રીઓના પણ મોદી દાદા તમે હીરો કહેવાતા
આવનાર ઉમેદવાર આપે મહેનતથી 
સિંચેલા પક્ષને કેવો અજવાળે છે,
એ સવાલ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે,
એ ભવિષ્ય ઉપર છોડી દો મારા વ્હાલા મતદારો
આજે જશ્ન મનાવી વિજેતા ઉમેદવારોને વધાવી લો.
બી.જે.પી.પક્ષ બહોળી જીત મુબારક હો

        શૈમી ઓઝા "લફ્ઝ"

પ્રેમરંગ....

રંગ તો

રંગોતો ઘણાં છે,પણ મુજ દિલ પ્રેમ રંગે રંગાણું,
રંગથી વાતાવરણ રંગીન થાય,તુજ પ્રેમથી આ દિલ.

રંગ પંચમીએ રંગથી તન રંગાય,
ને પ્રેમ દિવસે બે આત્માઓ પ્રણય રંગે રંગાય.

રંગતો મને રંગપંચમી એ ઘણાય લગાડે,
તારા પ્રેમરંગ સામે આ રંગ છે અધૂરાં

રંગ પંચમી આવે આ દિલ તુજ સાથ ઝંખે,
આ પાગલ તુજને રંગો થકી શોધવા પ્રયાસ કરે,

બે પ્રેમી જોડલી ને એકમેકને રંગે રંગતી જોઈ,
એ રંગને અમે તારા આવવાની ખબર પુછી લેતાં.

રંગોની અસર તો બધાય જાણે છે પરંતુ,
તારા પ્રેમરંગે તો મને દુનિયા ભુલાવી.

કેસરી રંગ છે શૌર્યને શાનનો કાળો રંગ તુજ વિરહનો, સફેદ શાંતિ અમનનો,પર મને તારા પ્રેમરંગે રંગાવવું છે.

હું નથી રૂકમણી કે નથી હું રાધા નથી ઘેલી ગોપી.
પ્રેમની ભક્તિ થકી મુખે તને ગાનારી મીરાં બની રહેવું મારે 

એ ગીરધરનાગર મીરાંના હળાહળ પીવાતો તુ આવ્યો હતો
તારા પ્રેમરુપી રંગ લગાડવા આટલો વિલંબ શાને કરે તું.

રંગ રંગપંચમીએે લાગે આ વાત છે ખોટી,
તારા એક ઈશારે આ જીંદગાની થઈ છે રંગીન 

રંગ તો ઘણાં છે પણ મુજબ દિલ તો તારા પ્રેમે રંગાયું.
રંગ થી વાતાવરણ રંગીન થાય,તુજ પ્રેમ થી આ દિલ....

શૈમી ઓઝા લફ્જ


22.રંગ......

રંગ થી રંગ મળ્યા દુનિયા રંગીન થઇ,
લફજ તારા નામે પ્રણય રંગ દિલએ ચોળી ગઈ.

દિલ ની વાત કરી લેવી,
જીંદગીને પ્રેમમાં તારા રંગી લેવી,
પ્રેમ નશો છે,મજાનો,
તુજ વિરહ છે,સજાનો.
 વાતોમાં તારી રંગાઈ,
આંખોમાં તારી ડુબી ગઈ.
લફજ તારા નામે પ્રણય રંગ દિલએ ચોળી ગઈ.

નથી રંગ તોય અમે તો રંગાયા,
દિલથી દિલ મળી ગયા,
વાતોમાં એવા ફસાયાં,
તને હકીકત સમજી બેઠાં,
લફજ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ

લફ્જ નાદાન છે હજી,
ચાહતની હકીકતથી અંજાન છે હજી,
તને પામવાના સમણાં સજાવી, 
લફ્જ સમણાં થી જીંદગી સજાવવા,
લફજ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ,

પ્રેમનો રંગ એવો મજાનો,
આશીકને કરી દે દિવાનો,
આ સ્મિત આંખો ની માસુમિયત,
બની ગઈ આ ઘાયલ ની કેફીયત,
તારી મારી પ્રિત ના પુરાવા રંગ 
તે કેવા આપી ગયા,
અભાગ્યા અમે આંસુ સારતાં રહી ગયા
લફજ તારા નામે  પ્રણય રંગ દિલે ચોળી  ગઈ 

શૈમી ઓઝા લફ્જ

Saturday, 26 February 2022

हम आपके दिवाने हो गए

दीवाने हो गए

बारिश की बूंदे याद आपकी
देती है,
सुनी सुनी जिंदगी हमारी हरी
भरी कर देती है,

बारिश की बूंद दिल में समा जाये,
तो हमारे साथ गुज़रे हुए प्यारे दिन
याद करके थोड़ा मुस्कुराना,

बारिश की बूंदे का रीमझीम गीरना,
बादलों का गरजना, तेरी मस्तियाँ 
की ओर दस्तक देता है,

हम आपके इश्क में बिजली,
की तरह गरज गए,
आप इश्क की नदी में डूब
न जाए तो बताना,
हम आपको ले जाएगे,
प्यार के तालाब में,

आप की चाहत में हम,
दीवाने हो गए, बारिश
की रफ्तार को,
हम आपका प्यार
भरा चुम्मा समझ बैठे

शैमी ओझा" लफ्ज़"

તો મજા આવે....

આપનો સાથ...

છે મંજીલ દુર ઘણી સાથ આપનો મળે તો મજા આવે.
અધવચ્ચે જો રાહ ભુલી જવાય,સાથ આપનો મળે તો મજા આવે.
જીવન છે અનમોલ પરંતુ જીવવાનું કારણ મળી જાય તો મજા આવે.
આ અદભૂત ક્ષણે જો બે તળવળતા હૈયાનો સંગમ થઈ જાય તો મજા આવે.
ઓ હમસફર મૌહોબ્બત છે આપની તો જીવનમાં જોઈએ શું બીજું,આપની ઝલક આ દિલનો નશો બની જાય તો મજા આવે.
મનની વાત શબ્દો વગર જ રજુ થઈ જાતી હોય તો મજા આવે,
આપનો ચહેરો છે,મુસ્કાનનુ રહસ્ય આ રહસ્ય દિલના એક
ખુણે અકબંધ રહે તો મજા આવે.
આંખો ઝુકાવી,સહેજ શરમાતુ સ્મિત આપી જ્યારે વાત કરો છો,ત્યારે ચહેરો આપના રહસ્યો જાણી જોઈને છતાં કરી દે તો મજા આવે...
આપનો શરમાળ ચહેરો 
જાણે અજાણે લાગણીઓ દિલરુપી કેમેરામાં ક્લિક કરી દે તો મજા આવે...
શૈમી ઓઝા "લફ્ઝ"






લાગણીઓનુ માપન.

 લાગણીઓને માપવાની

મેજરટેપ મળી જાય તો સારુ,


આ હ્રદયને કોણ સમજાવે,

છોડ આ પ્રેમની પળોજણ


આંખોથી આંખો દ્વારા રચાયેલી મોહજાળથી કોણ ઉગારે?


સૌ બાહ્ય ભભકો જોઈ અંજાઈ જાય,અંદરની ઝાકમઝોળ કોણ જાણે?


અંતર આત્મા સાથે લીન થઈ

જાવ તો સ્વયંને ઓળખી જશો


ગમે તેટલું છુપાવવા ચાહો,

પરંતુ પાપનો ઘડો છલકાઈ જાય છે,


એ જ નિયમ માન્ય છે,

કુદરતના રાજમાં ભૂસે ન ભુસાય આ સનાતન સત્ય ને.



શૈમી ઓઝા "લફ્ઝ"

અંતરની વાત...

અંતરની વાત..
--------------------------
ઈચ્છા હતી વાંઝણી,શું કરું,હૈયે તારી યાદની જો ગાંઠ પડી ગયેલી,છતાંય લડખડાતા પગલે ચલાઈ જાતુ;
શેરી,મહોલ્લો ગુજાવે તેવો નાદ દિલને ભાવી ગયેલો,
તમે વિદેશમાં હતા,દિલની ખુશી બની આંસુ વરસતી'તી,
અમે તો અમથા સમીરના ઝોકાને આલિંગન સમજી બેઠા,આ વાતથી અજાણ એ ઝોકામાં પણ આપની ચાંપતી નજર હતી;
સૂમસામ રસ્તો જ મને આવકારે એવું'ય નો'હતુ,
જાણે અજાણે સ્પર્શી ગયેલી,યાદરુપી સુવાસની કાર્બનકોપી હૈયે એમને એમ જ અકબંધ રહેલી;
આંખે સવાલોનો વંટોળ હતો,સવાલોના જવાબ ક્યાંથી મેળવવા હતી એની દુવિધા,કહેવું હતું ઘણું બધું પરંતુ ચક્રવાત થકી શબ્દો હણાઈ ગયા છે...
શૈમી ઓઝા"લફ્ઝ" 


અંતરની વાત......

 અંતરની વાત..

--------------------------
ઈચ્છા હતી વાંઝણી,શું કરું,હૈયે તારી યાદની જો ગાંઠ પડી ગયેલી,છતાંય લડખડાતા પગલે ચલાઈ જાતુ;

શેરી,મહોલ્લો ગુજાવે તેવો નાદ દિલને ભાવી ગયેલો,
તમે વિદેશમાં હતા,દિલની ખુશી બની આંસુ વરસતી'તી,

અમે તો અમથા સમીરના ઝોકાને આલિંગન સમજી બેઠા,આ વાતથી અજાણ એ ઝોકામાં પણ આપની ચાંપતી નજર હતી;

સૂમસામ રસ્તો જ મને આવકારે એવું'ય નો'હતુ,
જાણે અજાણે સ્પર્શી ગયેલી,યાદરુપી સુવાસની કાર્બનકોપી હૈયે એમને એમ જ અકબંધ રહેલી;

આંખે સવાલોનો વંટોળ હતો,સવાલોના જવાબ ક્યાંથી મેળવવા હતી એની દુવિધા,કહેવું હતું ઘણું બધું પરંતુ ચક્રવાત થકી શબ્દો હણાઈ ગયા છે...

શૈમી ઓઝા"લફ્ઝ" 

મારી કેળવણી યાત્રા....

 "મારી કેળવણી યાત્રા..."

  

"જીવન એક અદભૂત 

યાત્રા છે,

જરા થંભી થંભીને ચાલો,

શિક્ષણ જીવન જીવવાની સંજીવની છે,

તેનું સેવન જરૂરી છે,

વાંચનનો ડોઝ અનિવાર્ય પરિબળ છે,વહેલી તકે સમજી જાવ એમાં ઘણુ સારપણ છુપાયેલું છે,"

  

    પ્રસ્તાવના...  

    

    જીવન જીવવાની મુખ્ય જરૂરિયાતો રોટી,કપડાં અને મકાન છે.આજના સ્પર્ધા -ત્મક યુગમાં શિક્ષણ મહત્વ પણ વધી ગયુ છે,શિક્ષણ હવે પાયાની જરૂરિયાત બની ગઈ છે.

        કહેવાય છે કે,"શિક્ષણ વિનાનો માણસ પશુ સમાન છે,શિક્ષણ એતો માનવીને માનવ બનાવે છે.શિક્ષક એવું હોવું જોઈએ કે જેમાં માણસ નો સર્વાંગી વિકાસ થાય.

સર્વાંગી વિકાસ એટલે બાળકનો શારીરિક,માનસિક,

નૈતિક,સામાજિક,આત્માનો વિકાસ થાય.


         શિક્ષણની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો"બાળકની આંતરિકશક્તિઓ ખીલે.

આત્મવિશ્વાસમાં વધારો થાય,તેની સર્જનાત્મક શક્તિ અને મૌલિકતામાં વધારો થાય તેવા પ્રયત્ન કરવા આવશ્યક છે.

-------------------***------------         

       બાળકનો આત્મા સાથે સાક્ષાત્ત્કાર થાય તે શિક્ષણ છે.બાળક સ્વને ઓળખે તે શિક્ષણ છે,બાળકોમાં નૈતિક ફરજો,એકતા,ભાઈચારો,

સાંસ્કૃતિક વારસા પ્રત્યે સજાગ બને,શિક્ષણનો હેતુ બાળકમાં લોકશાહી,દેશપ્રેમ,

દેશભક્તિની ભાવનાનો સંચાર થાય તે શિક્ષણ છે.બાળકો સંપની ભાવના ખીલે માનવતાવાદી,વાસ્તવવાદ પ્રાકૃતિકવાદ,આદ્યાત્મિકવાદ જેવા બાળકમાં અભિગમ કેળવાય.


        

NCERT:2020 મુજબ,


શિક્ષણનીતી 5થી14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું,


         નાપાસ થવાના ભયથી બાળકો ભણવાનું છોડી દેતા હોય છે તો બાળકોને નપાસ કરવા નહીં.તેઓ સરકારે નિયમ લાગુ પાડ્યો.

           

       બાળકોને શિક્ષણ બોઝરુપ અને તનાવ યુક્ત ન લાગે એ માટે નીચે મુજબ પગલાં લઈ શકાય.

**********************

      

          બાળકનું વ્યક્તિત્વ ખીલે તેવા તમામ પ્રયાસો સ્કૂલમાં કરવા.


       કોરોનાકાળ જેવા કપરા સમયમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું,એનો હેતુ બાળકના અભ્યાસની પ્રક્રિયા ચાલુ રહે,પરંતુ આ શિક્ષણને ગંભીરતાથી લેનાર કેટલા?એકમ કસોટીમાં હાલ જોતા જણાય છે,કે આપણે ક્યાં ખોટા છીએ એ તો જોવું જ રહ્યું.


        બાળકો સ્કૂલમાં રેગ્યુલર આવે તે માટે પ્રેમભર્યા માહોલનુ નિર્માણ કરવું.બાળકો સાથે મિત્રતાની ભાવના કેળવવી.દરેક બાળક સરખું છે,તેવી ભાવનાઓ ખીલવવી.


       ગણિત જેવા જટિલ વિષયને સંગીત અને રમત,પઝલ દ્રારા પણ શીખવી શકાય.

       

       બાળકને ગણિત,વિજ્ઞાન,

અંગ્રેજી જેવા વિષયોનો ભય દૂર થાય તેવા પ્રયાસો કરવા.


           બાળકોને ચાર્ટ અને ટી.એલ.એમ.દ્વારા પણ શીખવી શકાય.


             બાળકોને ફિલ્મ પરથી સામાજિક વિજ્ઞાન,

ગુજરાતી,અંગ્રેજી,હિન્દી જેવા વિષયો શીખવી શકાય.


              બાળકોમાં અભ્યાસ ક્રમ આધારિત શિક્ષણની સાથે અનૌપચારિક શિક્ષણ પણ મેળવી શકે તેવી પરિસ્થિતિ ઓનું નિર્માણ કરવું.


              અનૌપચારિક શિક્ષણ એટલે કે અભ્યાસક્રમ અને શાળા કોલેજ સિવાય મળતું શિક્ષણ કે જે બાળકો પોતાના અનુભવમાંથી શીખે છે.પ્રોજેકટ પધ્ધતિ દ્વારા બાળકમાં મૌલિકતા અને સર્જનાત્મક શક્તિ ખીલે છે,વિષય બાળક પસંદ કરે તેવો આગ્રહ રાખવો.કેમકે આપણે બાળકોના વિચારોને જાણવાના છે,બાળકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે.

    

       બાળક અભ્યાસક્રમલક્ષી વિષયોમાં રસ કેળવતુ થાય,તે કામ શિક્ષકોનું છે.


         શિક્ષક વર્ગખંડમાં માત્ર બાળકોને નથી ભણાવી રહ્યા,પણ ભારત દેશનું ભાવી તૈયાર કરી રહ્યા છે.નાગરિક 

તેમ સમજી ને પુરી નિષ્ઠાપુર્વક ફરજ અદા કરવી.

     

             બાળક રિસેષનો પણ સદુપયોગ કરે તેવી પ્રવૃત્તિઓ કરાવવી.જેથી બાળકના કળા કૌશલ્યો પણ ખીલે.


          દા.ત. બાળકને ન આવડતી વાનગી શીખવી,તેની રે.સી.પી નોંધવી જેનાથી બાળક રસોઈકળા પ્રત્યે રસ કેળવે,વાલીઓ સાથે પણ સારુ એવું અનુકુલન સાધી શકે.

           બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય,લખાણમાં મૌલિકતા આવે એ માટે પ્રાદેશિક ભાષામાં સમજાવવાનો આગ્રહ રાખવો.


        શિક્ષણમાં વાર્તાકથન પધ્ધતિથી પણ બાળકને વિષય પ્રત્યે સજાગ કરી શકાય,બાળકોને વાર્તા સાંભળવી ગમે છે.બાળકોને રમત રમવી ગમે છે.તો આ પદ્ધતિ અભ્યાસક્રમના વિષયોમાં કેમ ન વાપરી શકાય,બાળકોના સારા કાર્યને બિરદાવી શકાય,બાળક ભુલ કરે તો તેને એકલા બોલાવી કહેવું,વિજાતીય વ્યક્તિઓ સામે તેને ઉતારી ન પાડવું.બાળકને ક્યારેય અપશબ્દોથી ન નવાજવુ તેને માન આપી બોલાવવુ.બાળકો ભણવા સિવાય બીજી પ્રવૃત્તિઓમા રસ કેળવતા થાય.વર્ગખંડની બહાર પણ બાળકનો વિકાસ થાય તેવું વાતાવરણ સર્જવુ.અમૂક વિષયો જોઈ બાળકો ડર અને હતાશા અનુભવતા હોય છે,તે શિક્ષક તરીકે આપણે દૂર કરવો જ રહ્યો.


          જટીલ વિષયોને ચાર્ટ દ્વારા,પી.પી.ટી.દ્વારા પ્રયોગ પધ્ધતિ દ્વારા પણ બાળકોને સરળતાથી સમજાવી શકાય.મલ્ટિમિડિયા,પ્રોજેક્ટરની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય.બાળકોને ડાન્સ દ્વારા પણ શિક્ષણ આપી શકાય.સંગીત નાટકથી પણ બાળકોને અભ્યાક્રમલક્ષી વિષયો શીખવી શકાય.વર્ગખંડમાં વાતાવરણ એવું પુરુ પાડવુ કે બાળકને અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા મળે.બાળકો આવતી કાલનું ભવિષ્ય છે,દેશ અને સમાજને જવાબદાર નાગરિક આપણે આપવાનો છે એમ સમજી બાળકોને યોગ્ય તાલીમ આપવી.શૈક્ષણિક સાધનોની ઉપલબ્ધિ હોવી આવશ્યક છે,ટેકનોલોજીથી શિક્ષણ મળવુ આવશ્યક છે.


         "બાળક રમતાં રમતાં અભ્યાસ કરી શકે,બાળક હસતાં હસતાં શીખી શકે,તેઓ માહોલનું નિર્માણ કરવું.એ "ઓફ એક્સિલન્સ" માટે પસંદગી પામેલી સ્કુલ ઈડર તાલુકાની(કેસરપુરા),કડી (ધરમપુર),જમિયતપુરામા વસ્તુ જોઈ જ્યાં બાળક રમતાં રમતાં અભ્યાસ કરી શકે કોઈ બોઝારુપ,કે તનાવજનક પરિસ્થિતિ વગર અભ્યાસ કરી શકે.


            બાળકોનું મન ચંચળ હોય છે,આપણે તેમને અભ્યાસક્રમના વિષયો તરફ વાળવાના હોય છે.એ માટે બાળ મનોવિજ્ઞાનનું અધ્યયન જરૂરી છે.બાળકોનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સ્કૂલમાં ફેમિલી ડોક્ટર હોવા પણ અનિવાર્ય બને છે.સ્કૂલમાં વ્યાયામ અને યોગ શિક્ષણને પણ મહત્વ આપવું.જેથી બાળકો કસરત,વ્યાયામને પણ જીવનમાં મહત્વ આપે.

સ્કૂલમાં બાળકો ઇતરપ્રવૃતિ આગળ વધે એ માટે સાધનો પુરા પાડવા આવશ્યક છે.


        અભ્યાસ પછી બાળકોને  બેકારીનો સામનો ન કરવો પડે તે માટે ઉત્તરબુનિયાદી શિક્ષણ પર લક્ષ્ય સાધવુ જ રહ્યું.


        અભ્યાસક્રમમાં કલા કૌશલ્યના વિષયો હોવા અનિવાર્ય બની જાય છે.સ્કૂલમાં તેને લગતા શિક્ષકો હોવા જોઈએ.બાળકોની બુદ્ધિ વિકાસમાં વધારો થાય,તેવી રમત રમાડવી પોતાના રસરુચીના વિષયમાં બાળક ખુબ આગળ વધે તે માટે બાળકને પુરેપુરો સહકાર અને સ્વતંત્રતા આપવી.


         સ્કુલમાં પોષક તત્ત્વો યુક્ત ખોરાક મળવો અનિવાર્ય છે.મધ્યાહ્ન ભોજનમાં 

સ્કૂલમાં સ્વચ્છતા જળવાય.

શિક્ષણ પ્રક્રિયામાં આવી રહેલો વિક્ષેપ બાળકો માટે અભ્યાસ કાર્યમાં વિક્ષેપ પાડવાનું કાર્ય કરે છે.ઓનલાઈન શિક્ષણને કોરોનાકાળમા ગંભીરતા નથી લેવામાં આવ્યું,તમે ધોરણ દસ અને બારના પરિણામ જોઈ શકો છો,સ્કૂલમાં એકમ કસોટીઓની વખતે બાળકની મનોદશા જોઈ શકો છો.સ્કુલ બંધ ન કરવી,નાના બાળકોની વેક્શિનેશલ પ્રક્રિયા સ્કૂલમાં જ થવી જોઈએ સોશિયલ ડિસ્ટન્સ મુજબ બેઠકવ્યવસ્થા કરી શકાય.માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય એની જવાબદારી જે તે સ્કુલ પ્રિન્સિપાલ અને વર્ગશિક્ષકની રહે.ફરી સ્કુલને બંધ કરવી મુર્ખામીભર્યું કામ છે.શાળામાં સ્વચ્છતા જળવાય એ અનિવાર્ય છે.સરકારી સ્કૂલમાં ખાનગી ઈન્સ્પેક્શન થવું જરૂરી છે.શિક્ષકોની પણ પરીક્ષા યોજાવવી જોઈએ.


           સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા

આ બહું ચિંતાજનક બાબત છે,આ બાબતે કેટલાક પરિબળો છે.શિક્ષણ વ્યવસ્થા ને બદલવાની પણ જરૂર છે,દા.ત સમાજીક વિજ્ઞાન ભણાવવાનો હેતુ ઈતિહાસ થયેલી ભૂલોનુ ફરી પુનરાવર્તન ન થાય,ભૂતકાળમાં થયેલી ભૂલો પરથી બાળકને પ્રેરણા મળે તેવો હોવો જોઇએ.જે વિષયના શિક્ષક હોય તેમને તે વિષય આપવો અને તેમાં પણ પોતાના જાતને તેઓ સતત અપડેટ કરતા રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું.જેનાથી સ્કૂલમાં બાળકોને પણ સારુ એવુ શિક્ષણ મળે.

      

      બાળકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીયભાવના,દેશભક્તિનું સિંચન થાય તે જરૂરી છે.


        સરકારી સ્કૂલમાં સ્વચ્છતાનો અભાવ.સ્કૂલમાં વર્ગખંડ અને શૌચાલયોની સફાઇ થાય તે આવશ્યક છે.


         સ્કૂલમાં સગવડોનો અભાવ.સ્કૂલમાં અભ્યાસના તમામ સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ.બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ મળવું જોઈએ.


        શિક્ષણમાં જરૂરી તમામ  

સાધનો,કલા,કૌશલ્યોનો વિકાસ થાય તે માટે પૂરતા સાધનો અને વાતાવરણ નિર્માવવુ આવશ્યક છે.


           સ્કૂલમાં ટેકનોલોજી ની સગવડ,ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શિક્ષકો હોવા આવશ્યક છે.સરકારી સ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થાની લાપરવાહી ખૂબ જોવા મળે છે,સરકારી સ્કૂલમાં શિક્ષકોની પણ કસોટી યોજાવવી જ રહી,ખાનગી ઈન્સ્પેકસન યોજાવવુ જોઈએ.જેથી સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ પર પ્રકાશ ફેંકી શકાય.

              

        સરકારી સ્કૂલમાં શિક્ષણને ઉચ્ચ ગુણવત્તાવાળુ બનાવવું જોઈએ.આ જવાબદારી શિક્ષકોની જ છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.કેટલાક શિક્ષકો અન્ય કારણોસર બાળકો પર ન આપી શકતા હોવાથી શિક્ષણ પર અસર પડે છે.


           આપણા હિન્દુગ્રંથોમા ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે,પરંતુ સરકારી સ્કૂલમાં શિક્ષકોને વસ્તી ગણતરી જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે આ કેટલું વ્યાજબી છે??શિક્ષક પાસે શિક્ષણ બીનજરૂરી શ્રમ ન  કરાવવા જેથી શિક્ષક બાળકોના શિક્ષણમાં પોતાની જાતને કેન્દ્રીત કરી શકે,જો શિક્ષક પોતે જ ચિંતા,હતાશામાંને તનાવમાં ઝુલતો હશે તો બાળકોને શું શીખવી શકશે?આ વાત સમજવી જ રહી. 


        સરકારી સ્કૂલમાં શિક્ષકોના પગારભથ્થા વધારવામાં આવે."પાયો જ કાચો હોય તો ઈમારત ખોખલી ચણાય છે"બાળકોને પાયાનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળી રહે દા.ત,

સ્કૂલમાં બાળકોને કેવી રીતે રહેવું,સ્વચ્છતાની,વર્તન, સામાજિક મુલ્યોનું ઘડતર સહકારરૂપ થવાની ભાવના,એકતા,સમાનતા, જૂથસંચાલન,લિડરશીપની ભાવના,સંસ્કૃતિનુ ઘડતર જેવી પાયાની બાબતો નાનપણમાં જ શીખવી આવશ્યક છે,પછી એવી પરિસ્થિતિ સર્જાય કે પાકે ઘડે કાંઠલા ન બેસે!"


        શિક્ષક પોતાની જાતને સતત અપડેટ કરતો રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ.શિક્ષક જ્યારે પોતાની કામગીરી પૂરી નિષ્ઠાથી કરશે તો દેશને વિકાસશીલમાંથી વિકસિત બનતા નહીં રોકી શકશે.


          આપણા દેશની દારુણ સચ્ચાઈ રજૂ કરી રહી છું શક્ય હોય તો ક્ષમા કરજો...


        જેટલું એમ.એલ.એ.

એમ.પી.એ  અથવા તો અભણ ધારાસભ્યને જેટલો મોભો ઈજ્જત મળે છે એટલું શિક્ષકને નથી મળતો?


      કોઈ ધારાસભ્ય આવે એટલે શિક્ષકને તેમના આવકાર સત્કારમાં લાગી જવાનું?આનું શું કારણ મને સમજ નથી આવતું.


      શિક્ષકનું કામ છે જ્ઞાનરૂપિ જ્યોતિને વહેચવાનુ,એક ઉત્તમ નાગરિકનું ઘડતર કરી દેશને આપવાનું,શિક્ષકોને પણ એનાથી વધારે માન સન્માન મળવું જ રહ્યું.


        શિક્ષકોને ઉત્તમ કામગીરી માટે તેમને બિરદાવવા જ રહ્યા તેમનું પણ સન્માન થવું જોઈએ.તેમના કામની નોંધ પણ લેવાવવી રહી.


      સરકારી સ્કૂલમાં ચાલી રહેલા અમુક લાપરવાહી દુર કરવી જ રહી.

તેને દુર કરવી જ રહી નહીં તો સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે,અને શિક્ષકોને ફાજલ પાડવા અથવા તો છૂટા કરવાની નોબત આવશે.આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટે સુધારા કરવા જ રહ્યા...


            

શૈમી ઓઝા "લફ્ઝ"





એ જીંદગી ચાલને....

 એ જીંદગી ચાલ ને...


એ જીંદગી ચાલ ને તારી સાથે બે ઘડી સંવાદ કરવો છે,

તને જીવવાના તો હજી સમણાં જ સજાવ્યા છે,

પરંતુ શરૂઆત ક્યાંથી કરુ સમજાવ ને!

તને આમ હસતાં હસતાં છે,અમને પડકારો ઝીલતા શીખવી દેને!

તુ તો રહી વહેતી ગંગા મારા માટે જરા થંભી જા ને,

તારા રાજમાં અમે શીખી ગયાં,સમય છે બળિયો રાજા,આ વાત લફ્ઝ જાણે અજાણે સ્મૃતિ પટેથી ભૂસાઈ ગઈ છે,ફરી આ વાતનો  મહાવરો કરાવ ને!

આ દંભને પાપરુપી જાળમાં અમે ભેરવાઈ ગયા છીએ,બહાર નિકળવા જઈએ,ત્યાં તો વધુ અંદર ઉતરતા જઈએ છીએ,એ જીંદગી ચાલ ને મદદની એક પહેલ તુ પણ કરને!

તારી સફર કાપતા કાપતા

આવેલા દુઃખ,નિષ્ફળતાને પચાવવાની હામ મારામાં ભરને!ચાલ ને જીંદગી

દરેક વ્યક્તિ છે,કુદરતનું અદભુત સર્જન,રહ્યા  આપણે સૌ એક પરિવારના આવી સમજણ મને આપ ને!એ જીંદગી ચાલ ને

એ જીંદગી તુ રહી અલબેલી તારા દરેક વળાંક મા મને ખુશીઓ,

ને  શાંતિ શોધતા શીખવ ને,એ જીદંગી ચાલ ને...

જાણે અજાણે બંધાયેલા વેર ઝેર મતભેદ એકબાજુ રાખી,બસ પ્રેમ,કરુણાને ખુશીઓરુપી ભેટ સૌને વહેંચુ,એવી મતી આપને,

એ જીંદગી ચાલ ને...

મોતની પણ ક્યાં કોઈ તિથિ હોય છે,ઓચિંતા વાયરાની જેમ આવી,સૌને વિચરતા કરી નાંખે છે, પ્રભુનું આ ભાવભર્યું આમંત્રણ હસતાં મુખે સ્વીકારી શકીએ,એવી 

ક્ષમતા મારા રગરગમા સંચરે એવી કંઈ લાગવગ લગાવ ને !

એ જીંદગી ચાલ ને...

શૈમી ઓઝા "લફ્ઝ"

તો કહેજો.....

 તો કહેજો...


મનની વાત કહ્યા વગર જાણી લેવાય તેવી લીપી શોધાઈ હોય તો કહેજો...


પથ્થરની માફક ઘસાયેલા હૈયા થી ઉત્પન્ન થતી આગને ઠારવા 

માટે કોઈ ફાયર બ્રિગેડ મળે તો કહેજો...


પ્રેમના ધસમસતા પ્રવાહમા ડૂબકી લગાવતા જાણે અજાણે મારો પગ લપસી જાય તો કહેજો...


તને પામવાના ઝનૂને મને મતવારો કરી નાંખ્યો છે,તને પામવાનો નશો જાણે અજાણે હદ વટાવે તો કહેજો...


વરસાદની ખુશનુમા મૌસમમાં તન ભલે ને ભિંજાયા હોય,દિલ તો હજી એમને એમ જ કોરા છે,કોઈ શેરના સિકંજાથી પકડાયેલા દિલને કોઇ છોડાવી શકે તો કહેજો...


આ દિલ મૃગજળ સમાન વેરાન રણને પાણીથી તરબોળ 

સરોવર માની બેઠું છે,પ્રેમરાહ પર ચાલતાં ચાલતાં હું ભૂલો પડી જાવ તો કહેજો...


હું જીવનની કસોટીઓ આપતા આપતા થાકી ગયેલો જીવ છું,છતાંય એકલો ઊભો છું,'લફ્ઝ'કામયાબીના નશામાં જાણી જોઈ હું છકી ગયો હોવ તો કહેજો...


મનની વાત કહ્યા વગર જાણી લેવાય તેવી લિપિ શોધાઈ હોય તો કહેજો....


શૈમી ઓઝા "લફ્ઝ"


પહેલી મુલાકાત...

 પહેલી મૂલાકાત....


પહેલી મૂલાકાતમા તે કરેલો

મદમસ્ત ઈશારો મેં દિલમાં અકબંધ રાખ્યો છે,મૌન થકી 

અણબોલાયેલી લાગણીઓને

હૈયામાં તક્તિ રુપે જડી છે.


દિલમાં યાદોનો સેતુ મજબૂત રાખ્યો છે,ક્યારેક ફરી મળશું તેવી આશારુપી આગ ભિતરે 

સળવળતી રાખી છે,


દિલના દ્વાર ભલે ને બંદ થઈ ગયા હોય,આપના દ્વારા અપાયેલું રોમાંચક આલિંગન 

દિલના ખૂણામાં જીવંત રાખ્યું છે.


લાચારીના ધોરણ હેઠળ અનામ સંબંધ ભલે ને વિચ્છેદ 

થયો હોય,પરંતુ આજીવન એકબીજા સાથે ઘરડા થવાના વાયદારુપી સોગંદનામું હૈયે એમનેએમ જ કોતરી રાખ્યું છે....


એકબીજા સાથે ન રહ્યા તો 

તો શું ખાટુ મોળુ થઈ ગયું,પરંતુ તારી ખુશીમાં ખુશ થવાનો હક 

મેં એમ જ બરકરાર રાખ્યો છે...


આ વાતને તો દાયકા વિતી ગયા,પણ જીવન તને સમજી ન શકાય તેવો કોયડો ઉકેલવા માટે તૈયાર રાખ્યો છે...


મનની વાત કોને કહું,અંતરની ઉર્મીઓને વાચા આપતી ગઝલ માનસરુપી કાગળે એમ ને એમ જ છપાવી રાખી છે...


પહેલી મુલાકાત સમયે કરેલી અછકલાઈ ભરી મસ્તીના સહારે પોતાની જાતને મરતાં મરતાં જીવાડી રાખી છે.


શૈમી ઓઝા "લફ્ઝ"

હવે શક્ય નથી...

 હવે શક્ય નથી....


નજરથી નજરનો પેચ પ્રેમ

કહેવો શક્ય નથી,વાગરુપી મોહપાશ જાણી જોઈ દિલને, વિંધી જાય તે શક્ય નથી.

જાન જાન કહી દિલ સાથે,

રમત કરી જાનાર ક્યાં ઓછા છે,આ દમહીન રમતના ખેલાડી બનવું હવે શક્ય નથી.

જીવન રહ્યું સ્પર્ધા મંચ,ઈશ્કરુપી સ્પર્ધામાં કારમી હાર મળ્યા બાદ અડગ રહેવું હવે શક્ય નથી

એક સમય એ ચહેરો નયન

ની આદત બની ગયેલો,એ ભૂલનું પુનરાવર્તન વારંવાર થાય એ શક્ય નથી.

દેવદૂતનો ચહેરો જન્મોજન્મની ભૂખ બની ગયેલો,આ ભૂખ માઝા મૂકી દે એ શક્ય નથી.

દગારૂપી બાણથી આહટ દિલ,

શરાબ રુપી ગુંદરપટ્ટીથી સંધાઈ જાય તે શક્ય નથી.

આપના વાયદા હતા મિથ્યા,

વાયદારુપિ મૃગજળમાં ડૂબકી

લગાડવાની મુર્ખામી શક્ય નથી.

વિતેલા ચોપડા ખોલી દિલ

દર્દની આગમાં તપાવવુ હવે શક્ય નથી.


શૈમી ઓઝા 'લફ્ઝ'


આ રચના સ્વરચિત છે,એની બાહેધરી આપું છું...


નજરથી નજરનો નાતો...

 બે નયનો વચ્ચે લાગી ગયેલો પેચ

--------------------

પ્રેમના વેપારી સાથે અજાણે નયનોનો પેચ જો લાગી ગયો,

જેને મનને ઝંઝોળી રાખ્યું છે

તે ખાનગી વાત અહીં રજુ કરુ છું.

આંસુઓ ગઝલ બની વરસી રહ્યા છે,હ્રદય હજી વિરહના ભડકે બળી રહ્યું છે,

પ્રેમના વેપારીથી છેતરાઈને આવ્યો છું, દર્દનો પોટલો રસ્તે ઠાલવીને આવું છું,કોને કહું

આ છાની રાખેલી વાત

કોઈ જખ્મી દિલ કાજે મલમપટ્ટી હોય તો કરી દેજો,

નાના મોઢે મોટી આશ લઈ

'શિવા'આપની શરણે આવી છું.

એ પાગલ દિલ કોઈવાર તો

કોઇનું સાંભળ,આટલી અકડ સારી નહીં,એ...મન મિથ્યા  સહાનુભૂતિ આપવાનું છોડી જ દે,ઝુઠી સહાનુભૂતિ

મુજને નહીં ભાવે,વેદનાને ક્યાં તેડા હોય છે,તે અણધારી આવી જાય છે,પરંતુ મજાના બોધ આપી જાય છે,પ્રેમના વેપારી સામે સટ્ટો તો હોશે હોશે રમ્યા,પરંતુ જીતવાની આળમાં સઘળું હારી બેઠા,

છાની રહેલી વાત આજે જાહેર થઈ ગઈ,લફ્ઝ પોતાની

મુર્ખામી તાજી કરતાં કેવું હસી જવાય છે.


શૈમી ઓઝા "લફ્ઝ"




Friday, 25 February 2022

એ કોઈ ભાળ મળે તો કહેજો

રચના:એ કોઈ ભાળ મળે તો કહેજો...

હરતુ ફરતુ ટેડીબિયર..

 વાર્તા:હરતુ ફરતું ટેડીબિયર


(ટેડીબિયર એટલે કે સામાન્ય પરિભાષામાં કહીએ તો કપડાં બાળક કે માણસ જેટલી હાઈટ અને આકૃતિવાળું કવર જેને રૂ યા તો કપડું ભરીને બનાવવામાં આવે છે.પહેલા આપણે એનો ઉપયોગ ખાલી રમવા માટે કરતાં હતા,બાળકો ખુબ રડતા હોય ત્યારે એને રમવા આપી દેતા,બાળક રડતાં શાંત પણ થઈ જાતા,પહેલાંના સમયના લોકોને એવો તો ક્યાં અંદાજ હોય કે,આવો પણ કોઈ દિવસ આવશે એવો!

        

      પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણની દોટ આપણે પકડી છે,હવે વર્તમાન ટ્રેન્ડ મૂજબ લોકો પોતાના પ્રિયજન અથવા વ્હાલા મિત્રોને આપણે આ દિવસે ટેડીબિયર ભેટ આપી આ દિવસને આપણે યાદગાર બનાવીએ છીએ.ટેડીબિયર પણ જાતજાતના ઉપલબ્ધ છે,નાના મોટા સૌને ગમે છે,કોઈ ઉદાસ ચહેરાને જો ટેડીબિયર આપવામાં આવે તો ક્યારેય હાસ્ય છલકાઈ જાય છે,એની ખબર નથી રહેતી.નાના મોટા સૌને ગમે છે,ટેડીબિયર.સૌ ટેડીબિયર ગિફ્ટ આપી પ્રેમ,ખુશીઓ એકબીજાને વેચે છે.


          અમદાવાદની એક ચાલીની વાત છે,ગીતા નામની એક યુવતી હતી.એની જીંદગીમાં પ્રકાશ ફેંકીએ તો.


           તેના મમ્મી પપ્પા એને નાનપણમાં જ છોડી પરધામ ચાલી ગયેલા.કાકા-કાકીને બાળકીની જવાબદારી લેવામાં કોઈ રસ હતો નહીં.


         નાનકડી ગીતા સુતી હતી,ત્યારે જ તેને ભગવાન ભરોસે રસ્તા પર છોડી કાકા કાકીએ ઘર તરફ પ્રયાણ કર્યું.

કંઈ સમજે એ પહેલાં ગીતા રસ્તામાં હતી,તે આજુબાજુના લોકો સરળ હતા તો ગીતાને કપડાંલત્તા અને થોડા પૈસા પણ આપ્યા,પણ કમાયા વગર થોડું ચાલે આજના સમયમાં,એટલા પૈસા ક્યાં સુધી ચાલે,ગીતાએ નાનુ મોટુ કામ શરૂ કર્યું. 

ગીતા માથે હાથ ધરી બેસી રહે તેવી યુવતી નો'હતી.

ગીતાએ કામની શરૂઆત બૂટ પૉલીશ,અને પૂજાની સામગ્રી વેચવાથી કરી.


          ગીતા ધીરે ધીરે મોટી થવા લાગી,ઉંમર વધવાની સાથે રુપ તો ખીલ્યું,સાથે સાથે બુદ્ધિમાં પણ વધારો થયો.


      ગીતા પોતાની પરિસ્થિતિને વશ થઈ અભ્યાસ નોહતી કરી શકી,તેનો ભારાવાર અફસોસ હતો,પણ હવે શું 'જબ ચિડિયા ચૂગ ગઈ ખેત'.પણ,તેને મનોમન નક્કી કર્યું કે તે પોતાના બાળકને તે ઉજ્જવળ ભવિષ્ય આપશે.પણ નિયતિ ને જે મંજૂર હોય  એ જ થાય છે છેવટે .


       તેની રમવા ભણવાની ઉંમરમાં કમાવવાની જવાબદારી આવી.

પરિસ્થિતિએ તેને વાસ્તવિકતા સમજાવી દીધેલી.ગીતા આ પરિસ્થિતિને પ્રભુ પ્રસાદ સમજી હસતે મૂખે વધાવી લીધી.કોઈ ગીતાની દયા ખાઈ તેને બિચારી કહે તે એને જરાય પણ મંજૂર નોહતુ.


        સૌ કોઈ ઠંડીથી બચવા તાપણુ કરે,તો કોઈ હિટર ચાલું કરે,ગીતા છૂટક કામ કરી પોતાનો ગુજારો કરી લેતી.રાત્રીના સમયે તે ચા ને બિસ્કિટ વેચતી. ગીતા ઠંડીને માત આપી પોતાનું કામ ચાલુ રાખે,ગીતાની આજુબાજુના લોકોને આ છોકરી પર ગર્વ થતો,નાની ઉંમરે કોઈ છોકરી આટલી સમજુ અને મહેનતી હોય.


    એક ઉંમરલાયક દાદી બહુ વ્યવહારુ અને સમજુ  હતાં.ગીતા અને દાદી પણ સારી એવી બનતી હતી, તેમને ગીતાના જીવન વિશે જાણવાનો ખુબ રસ પડ્યો,પછી મનમાં પણ વિચાર્યું કે આ યોગ્ય નથી.

     

      "બેટા મારું ઘર અહીં પાસે જ છે,કંઈ જરૂર હોય તો બે ઝીઝક કહેજે દિકરા.મને તારી બા જ સમજજે "દાદી તેને પોતાની દિકરી સમજી દિલાસો આપી રહ્યા હતા.

         

     "દિકરા રસ્તો નથી બરાબર સાચવજે,એક તો તુ રહી યુવાન,ઈજ્જત એ આપણું ઘરેણુ છે જેનાથી સ્ત્રી પુજનીય ગણાય છે,એને સાચવવાની જવાબદારી આપણી હોય છે.બેટા તુ શાણી ને સમજુ છે આનાથી વધુ તને કંઈ નહીં કહું"આટલું કહીને દાદી પોતાના ઘરમાં ચાલ્યા ગયા.પણ જાતા જાતા તેને ચેતવણી આપી ગયા કે;

       

    પરંતુ અમાસની આ રાત્રે અતિશય કામના ભારણને લીધે ગીતાને અચાનક ઝોકું આવી ગયું.


      ઘોરરાત્રીનો સમય હતો,ઠંડીનો સુસવાટો અને કૂતરાના ભસવાનો અવાજ સંભળાતો હતો,આ રાત્રે કોઈ ચકલુ એ ફરકતું નહીં રસ્તો સૂમસામ હતો,હોરર મૂવીના સીનની યાદ અપાવે તેવો ડરામણો.એ રસ્તો જ ગીતાનુ ઘર.


       ગરીબાઈને કારણે ન સ્વેટર હતું કે ન સરખા કપડાં.કોઈએ આપેલ ફાટેલા ચિથરેહાલ કપડાનું પાથરણુ કરી સુઈ ગયેલી ઠંડીથી ઠુઠવાઈ રહેલી યુવતી ગીતાએ ચાર આવારા નબીરાઓનું ધ્યાન ખેંચ્યુ.ચાર આવારા નબીરાઓ નશામાં ચૂર હતાં ગાડીની સાઈડ લાઈટથી ગીતા ઝબકી ઉઠી,અમીર નબીરાઓ નશાના કારણે શાનભાન ભૂલેલા ગીતા તે કપડાં સરખા કરી ભાગે તે પહેલાં જ ચારે ગીતાને ઘેરી લીધી.ગીતાએ સ્વ બચાવ માટે ખુબ પ્રયત્ન કર્યા,ચીસને આક્રંદ પણ કર્યું.પરંતુ કંઈ ન વળ્યું ચાર હેવાનોએ મળી તેને પીંખી નાંખી.તે ચાર આવારા નબીરાઓ ગીતાને કઢંગી હાલતમાં છોડી ચાલ્યા ગયા.ઉંમર લાયક બા પોતાની વ્હાલસોયી ગીતા ને આમ અર્ધબેહોશ હાલતમાં જોઈ હેબતાઈ જ ગયાં.આજુબાજુના સૌ લોકો ભેગા થઈ ગયા.

પાણી છટકોરી હોશમાં લાવવામાં આવી."બા... બધું જ ખતમ થઈ ગયું,હું જીવતા જ મરી ગઈ,તો મને આમ હોશમાં લાવવાનો પ્રયાસ ખોટો કર્યો,મારું બધું જ ખતમ થઈ ગયું."ગીતાના આ વાક્યમાં દર્દની સાથે આક્રોશ વંચાતો હતો.

તે દિવસથી બા ગીતાને એકલી છોડતાં નહીં,પણ આ બનાવે ગીતાના મગજ અને હ્રદય પર એવો હાવી થઈ ગયો,તે દિવસથી પોતાની જાતને ગહેરી હતાશામાં સમાવી દીધી.હસતી રહેતી ગીતા આજે ગુમસુમ બની ગયેલી.


આ વાતને પાંચ મહિના થઈ ગયા.પણ એ ઘટનાના પડઘા મગજમાંથી ગયા નો'હતા.

તે પોતાની લારી પર ચા ઉકાળી રહી હતી,ત્યારે અચાનક તેને ઉલ્ટી થવા લાગી સાથે સાથે ચક્કર આવવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે એની તપાસ કરી,તેની સાથે આવેલા ઉંમરલાયક બાને કહ્યું"માજી ખુબ ખુબ અભિનંદન તમારી આ દિકરીને સારા દિવસો જાય છે,આ સાંભળી ઉંમરલાયક બા હેબતાઈ ગયાં,ગીતા આ શું કરી નાખ્યું બેટા તે...હું તો તને બહુ ડાહી ને શાણી સમજતી હતી."આટલું કહીને ઉંમરલાયક બા ગિન્નાઈ ગયા.ગીતા પોતાની વાત રજુ કરતાં કહે,"બા તમે તો મારા પર ભરોસો કરો હું નિર્દોષ છું...પેલી રાત્રનો તમામ ઘટનાક્રમ બા ને જણાવ્યો આ સાંભળી પોતાની જાતને માફ ન કરી શકયા.તેમના મનમાં બસ  એક જ વિચાર રમતો હતો,"દિકરી મારી મદદ માટે કેટલી રડી હશે,પોતે દિકરીને મા હોવાનું ખોટું આશ્વાસન આપી આમ ચાલી ગયા,જ્યારે દિકરીને મદદની જરૂર હતી ત્યારે મારી આ મમતા ક્યાં ગઈ,અરે...ધિક્કાર છે મારા જેવી બાઈને થુ... છે...મારી દિકરી ગીતા શક્ય હોય તો બા ને માફ કરજે,ગીતાએ બાના આસુ લૂછતાં કહ્યું"બા...તમે...માફી ન માંગો વડીલો આમ નાના પાસે માફી માંગે એ ન શોભે.જે બનવાનું હતું એ બની ગયું.તમે આમ શોક ન મનાવો."હું કોઈ બીજાના ભૂલની સજા આ નિર્દોષને શુ કામ આપુ!!ગીતાની ચાલી રહેલી વાતમા જ બા કહેવા લાગ્યા અરે...દિકરા...પણ...આ...સમાજ તને કેવી રીતે નજરે નિહારશે...કુંવારી માને નથી સ્વીકારતો,બેટા હજી પણ સમય છે....ગીતા લથળી ગયેલી હાલતમાં પૂરા જોશ સાથે બોલી "બા...સમાજનું કામ છે....વાતો કરવાનું...એ એનું કામ કરે આપણે આપણું હું બાળકને જન્મ આપીશ,અને એકલા હાથે તેનો ઉછેર કરીશ.હું નાની હતી હું કંઈ સમજુ એ પહેલાં જ મને આમ તરછોડી દેવામાં આવી,

ત્યારે આ સમાજ ક્યાં ગયેલો."અને આમ પણ લોકોના મોઢે ગરણુ બાંધવા થોડું જવાય છે!!મારું બાળક આ દુનિયામાં આવશે જ."પોતે સજાવેલા સ્વપ્ન પ્રમાણે ગીતા આવનારા બાળકને સારું ભવિષ્ય આપી શકે એ માટે પોતે ગર્ભાવસ્થા મા પણ પોતાની ચા બિસ્કીટની લારી ચલાવે રાખતી.પૂજાની સામગ્રી પણ વહેચતી.બા ગીતાને હિંમત મળે એ માટે તેઓ ઠાકોરજીને વિનવતા.


      ડિલેવરીનો દિવસ નજીક આવ્યો.એક યુવાન છોકરો ચા નાસ્તો કરવા ગીતાની લારીએ આવ્યો ગીતાએ સ્મિત સાથે ચા બિસ્કીટ આપ્યા.એ છોકરાને વધુ રસ પડ્યો.છોકરાએ કૂતુહલપૂર્વક પૂછ્યું "ગીતાજી તમને આવા રસ્તે ડર નથી લાગતો,અને તમે આવી હાલતમાં પણ કામ કરો છો..."


ત્યારે ગીતાએ પોતાના દર્દને છુપાવી હસતાં ચહેરે કહ્યું"ડર શાનો...જેનું કોઈ નથી એનો ભગવાન છે,જેનો હાથ પરમેશ્વર ઝાલે એને કોણ ચાખે...ડરની વાત તમે કરી સખા ડર તો મને અમીર આવારા ઓનો લાગે કે જે સ્ત્રી ને માણસ નહીં પણ ઈચ્છાપુર્તીનુ સાધન સમજતાં હોય!

મને એ કહો આ હાલતમાં કામ કરવામાં શું ખરાબી છે?કામ કરવાથી મગજ પણ સારું રહે અને આવનાર બાળક પર પણ સારી અસર પડે...માટે કામ કરું છું."પેલો યુવાન પોતાની વાત રજુ કરતાં કહે કેટલા પૈસા થયા,યુવાનની વાતનો પ્રત્યુત્તર આપતા કહે"50 રુપિયા"યુવાન પૈસા ચૂકવી ચાલવાની તૈયારી કરે ત્યાં તો ગીતાને પ્રસરવનો દુ:ખાવો શરૂ થઈ ગયો.આજુબાજુ રહેતા સૌ લોકો ભેગા થઈ ગયા.કોઈને વિડિયો બનાવ્યો તો કોઈએ ડચકારો બોલાવી ત્યાં તમાસો જોવા ઉભા રહ્યા,પણ કોઈ મદદે ન આવ્યું,પેલો યુવાન તેને દવાખાને લઈ ગયો,પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયેલું,ગીતાએ સુંદર દિકરાને જન્મ આપ્યો પણ કરમની કઠીનાઈ તો જુઓ ગીતા જે દુનિયાથી પોતાના સંતાન ને બચાવવા માંગતી હતી તેને દુનિયાના ભરોસે છોડી દિકરાને છોડી લાંબી યાત્રાએ ચાલી ગઈ,જ્યાં થી પાછું આવવુ શક્ય જ નથી.


     "એ જ માસૂમ આંખો,

એ જ નિર્દોષતા મારાય,

ચહેરે છલકાય છે,તને મનમૂકી નિહારુ તોય

તરસી ન તરસી જ રહું,

તું મને કાલીઘેલી ભાષામાં કહેતું, હું કંઈ ક્યાક દૂર ચાલ્યું જાઈશ,તુ જોતી રહીશ

હું તારું ટેડીબિયર મને સાચવી લે ને,તું મને ટેડીબિયર મા શોધે એના કરતાં મને જ

તારુ ટેડીબિયર બનાવી લે ને,

તારો ખોળો ખૂંદવાના મને

ભારે અભરખા,પૂરા કરું એ પહેલા તુ લાબી યાત્રા એ ચાલી ગઈ મા,એવી યાત્રા કે જ્યાં જીવતા જી ન જવાય,

જે દુનિયાથી મને બચતા શીખવતી રહી,એના ભરોસે મને આમ છોડી જવું યોગ્ય નથી,દુનિયા પણ કેવી ગજબ 

જે કપડાંના ટેડીબિયર પ્રેમ

મમતા વર્ષાવે ને જીવતા "હરતા ફરતા ટેડીબિયરને રડાવે,લેણદેણ હશે આપણી તો મળીશુ,મા

તારી મુક્તિ વચ્ચે હું આવુ,

એવો સ્વાર્થી પણ નથી લાલ તારો,પાપા કોણ છે મારા એ ય ખબર નથી,જેનુ નથી કોઈ એનો

શિવ શંકર છે પિતા....(2)


તારો વ્હાલો દિકરો જેને તુ આ રીતે છોડી ચાલી ગઈ, તારાથી મને રિસામણા છે ઘણાં,તુ મનાવવા આવવા માંગે તો પણ નહીં આવી શકે,તારુ આ "હરતુફરતુ ટેડીબિયર"તને ખુબ સાંભળશે તને ખુબ સાંભળશે....



      શૈમી ઓઝા"લફ્ઝ"


વેલેન્ટાઈન ડે

 વેલેન્ટાઈન ડે....


પ્રેમ ઈશ્વરથી પર છે,

પ્રેમ એ અમુલ્ય મૂડી છે,

જેટલી આપો એનાથી બમણી મળે,ન કોઈ લૂટે,

ન કોઈ ચોરી લે,દરેકના  દિલ જીતી લે,તેવી અમર સંજીવની છે,પ્રેમ

પ્રેમ શબ્દ છે,

દોઢ અક્ષરનો જીવન ખુશીઓથી છલકાઈ જાય છે,જે સમજી ગયા એ

જીવનમાં સઘળું પામી બેઠા,દુશ્મન સામે જો વર્તીયે પ્રેમથી તો સખો બની જાય,આ પ્રેમની છે કરિશ્મા,આનાથી દુજી ન કોઈ,પ્રેમ છે ઈશ્વરનો સંદેશ,સૌ સમજીને ચાલો,

જીવન સફર છે,મોટી,

પ્રેમનું આદાનપ્રદાન કરી સૌ 

એકપંથે ચાલીએ,

પ્રેમ છે,સ્વતંત્ર હવામાં વિહરતુ પંખી,કોઈ એક સબંધમાં તેને બાંધવો એ વાત ન સમજાઈ,દરેક ધર્મ નો સાર પ્રેમ છે,જગતનો આધાર પ્રેમ છે,પ્રેમથી જો નિહાળો સૌને તો સુંદર મજાના લાગે છે.(2)


શૈમી ઓઝા "લફ્ઝ"


Thursday, 24 February 2022

ઓ સાથિયા...

સાત ફેરાના સાત વચનો
અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા પાંચ ફેરામાં આપ આગળ હતાંને હું પાછળ,
જીવનમાં આપનો સાથ જો મળી જાય તો બીજું શું જોઈએ સાથિયા...

નથી ચોકલેટ જોઈતી નથી ટેડીબિયર કે નથી મોઘીદાટ ભેટોની ઝંખના વચન આપી બખૂબી નિભાવજો ઓ સાથિયા...

તારા વગર કંઈ ન સૂઝે,
નિંદ ગાયબ થઈ ગઈ આ
ગપગોળા હવે દિલમાં આમ્રપિત કરી મૂજને હચમચાવી નાંખે,અગ્નિના ફેરે આપેલ વચનો પર એકવાર આપ ઉંડા ઉતરશોજી એકવાર હું,થોડી શરમ હયા જાળવજો,આપેલા વચનોની નહીં પરંતુ લગ્નના ખર્ચમાં વપરાયેલ લક્ષ્મી,ને અગ્નિદેવની ઈજ્જત જાળવજો...ઓ સાથિયા...

આજકાલ બનાવટી સંબંધોની ફેશન ચાલે જેને સમજવા અમે રહ્યા અભણ ગવાર સંબંધોમા ન અછકલાઈ કે ન છળ કપટ જોઈએ,સાતફેરા લીધા છે તો
આપણે બખૂબી નિભાવશુ.
કંઈ પણ થાય આપણો જન્મોજન્મનો કરાર પાક્કો થઈ ગયો હવે કેમ નિભાવવો સાથ એનું આયોજન કરીએ મળીને,દરેક સફરમાં આપણે હોઈશું આ વચનની કિંમત મારે સમજવી રહી ઓ સાથિયા...



શૈમી ઓઝા"લફ્ઝ"

પ્રોમિસ ડે સ્પેશિયલ.....

 પ્રોમિશ ડે સ્પેશિયલ...


આજે તો વચનોની મહેફિલ જામી છે કંઈ,

વચનોના આદાનપ્રદાનનો રાફડો ફાટ્યો છે કાંઈ,

વચનો અપાય છે ને વચનો લેવાય છે

પણ સાચા અર્થમાં કેટલા નિભાવાય છે,

આ ઝંઝાવાતને પશ્ચિમી સંસ્કૃતિનો ગાડરિયો

પ્રવાહમાં તણાઈ યુવાધન રાહ ભટકી જાય છે કાંઈ

જ્યારે તમે આ દિવસની સાચી હકીકત જો સમજી ગયા

તે દિવસ તમારો સાચો પ્રોમિસ ડે સાચો.

આપેલા વચનોને ખરાદિલથી નિભાવો તો તમે ખરા,

નહીં તો આકાશમાથી તારા તોડી લાવવાના 

ખોટા વચનો આપનાર ક્યારે જીવન તમારા

બરબાદ કરી ચાલ્યા જાય છે,જેની ખબર પણ નથી પડતી.

આપેલા વચનની કિંમત જો તમે સમજી ગયા

તો તમારો પ્રોમિસ ડે સાચો ન કોઈ તારીખ ન કોઈ મહીનો,

આતો અંતરની એક અનુભુતિ છે,

ન કોઈ દેખાવ ન કોઈ ભભકો,

આપેલ વચન સંબંધો પ્રત્યેની વફાદારીનું પ્રતિક છે.

તમે સંબંધોને સાચા અર્થમાં જો નિભાવી જાણો તો

તમારો પ્રોમિશ ડે ખરા અર્થમાં સાર્થક ગણાય છે.

શૈમી ઓઝા "લફ્ઝ"


મારી અધુરી ઈચ્છા

 મારી અધુરી ઈચ્છા....

એક માસુમ ઢીંગલુ જેના ચહેરા,

પર છલકાતી માસુમિયત,જેને ભેટ આપી લોકો દસ ફેબ્રુઆરીનો દિવસ ઉજવે છે,નાનાથી લઈ ઘરડા

પણ મનાવે છે ટેડીબિયર દિવસ,

જેને જોઈ ગમગીન ચહેરે પણ આનંદ આવે,

પરંતુ એક ઈચ્છા તો મારી અધુરી જ રહી ગઈ,

મારા ગામમાં મળી આવી એક સુંદર ઢીંગલી,

કાંટામાં પડેલી ઠંડીથી કળસતી,

કોઈના પ્રેમ માટે તરસતી ઢીંગલી,

જેને ખોળે લેવાનું સપનું સજાવી આ હૈયુ બેઠું હતું

ક્યારે પુરી થશે આ દિલની આશ,

આ દિલ તરવળે એના માસુમ રુદન સાંભળવા,

જો એ બાળકી મને ખોળે મળે તો મારો

ટેડીબિયર ડે ખરા દિલે સાર્થક થાય.

એ મધુર હાસ્ય, નાના હાથ,નાની નાની આખે

પરંતુ આ દિલ ની ઇચ્છા અધુરી રહી ગઈ,

આંખો પટપટાવેને બોખા મોંઢે સ્મિત રેલાવે,

માતાની મમતા માટે તરસતી મારી ઢીંગલી

લોકો જોઈ સહાનુભૂતિ દર્શાવી રસ્તો પકડે,

પણ મદદ કરે ન કોઈ,હજારો નિરાશાએ એક આશ બંધાઈ,

પર આ દિલની ઈચ્છા તો અધુરી જ રહી ગઈ.

આ ઢીંગલીને ખોળે લેવાની ઈચ્છા મારી ઈચ્છા રહી ગઈ.

ન જાણે ભગવાન મને ક્યારે આ દિવસ દેખાડશે,

એના બાળપણને માણવું હતું મારે,એને પાપા પગલી

ભરતા શીખવવી હતી મારે,એની સામે ટેડીબિયરના ઢગલા કરી,એની સાથે બાળક બનીને રમવું હતું.

એની એક એક શરારતોને મારે યાદગાર સ્મૃતિ તરીકે રાખવી હતી,એને ભણાવી ગણાવી દિકરાથી પર ઉપરની

પદવી અપાવવી હતી,આ દિલની ઈચ્છા તો મારી અધુરી જ રહી ગઈ,ને મારી સપનાંની ઢીંગલીને પી.આઈ દત્તક લઈ ગયાં.મારો આ ટેડીબિયર દિવસ લુણવગરના,

પકવાનસમો થઈ ગયો.આજનો ટેડીબિયર ડે મારો 

ઢીંગલી વગર સુનો સુનો રહી ગયો.


             શૈમી ઓઝા"લફ્ઝ"


કોઈ અર્થ નથી.....

 કોઇ અર્થ નથી...

ચાહવાનો કોઈ હક નથી 

દુરથી તમને જોયા કરું, 

નજીક આવવાનો કોઈ મતલબ નથી.


યાદમાં તમને પામ્યાં કરું,

હકીકત માં પામવા નો કોઈ અર્થ નથી


તમે ચાલ્યા ગયા,મને મુકી, 

વિરહે રડવાનો કોઈ અર્થ નથી.


પ્રેમ સંબંધ હતા મજાના,

હવે આંસુ વહાવાનો અર્થ નથી.


નસીબ નું જોર હશે જેને તમે મળ્યા,

હાથ ની રેખાને કોસવા નો કોઈ મતલબ નથી.


હું રાહ જોઈશ તમારી અંતિમ સફર સુધી,

તમે આગળ વધી ગયા હશો જીંદગી માં,

સંજોગો ને વાગોળી દુઃખી થવાનો કોઈ અર્થ નથી.


દિલની લાગણી છલકાય છે,દરિયાસમી, 

કદાચ તમે ન સમજી શકો તેને,

કલમને વ્યર્થ માં ઘસવા નો કોઇ અર્થ નથી.


તમે ભલે જીત્યા હોય આ લડત માં,

મારી હાર સામે તમારી જીત દમહીન છે,

આવા એકતરફી યુદ્ધ નો કોઈ અર્થ નથી.


શૈમી ઓઝા "લફ્ઝ"


મામલો ખુબ ગંભીર થાશે...

 મામલો ખુબ ગંભીર થાશે..


આંખોથી આંખ જો મળી જાશે તો ,વાત વધી જાશે,

મંજુરી જો દિલની મળશે તો મામલો ખુબ ગંભીર થાશે,


એ દુનિયાનાં આવરાલોકો પ્રેમરુપી ધગધગતા અંગારામા 

હાથ તો નાંખી જુઓ,કદમ એકવાર ઉઠયાં પછી 

મામલો ખુબ ગંભીર થાશે 


જોવો ને બે આત્મા કેવી પ્રણયે રંગાણી છે,કાળગતિથી 

એ લફજ કહું તું સમજી જા એમાં તારી શાન છે,

નહીંતો મામલો ખુબ જ ગંભીર થાશે,


જવાનીના જોશે થયેલી ભૂલ સર્પ બની ડંખે,

ડંખની ઓસડ નહીં મળે તો મામલો બહુ ગંભીર થાશે,


ભીતરે છુપાયેલી કોરી લાગણીની રજૂવાત કેવી રીતે કરું,

કોઈતો સમજાવો મુજને આ કોરી લાગણી જો

વાહીયાત અફવામાં ફેરવાઈ તો મામલો બહુ ગંભીર થાશે.

        

               શૈમી ઓઝા "લફ્ઝ"

my achievement



પુલવામાં ના હમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રધ્ધાંજલી

 બ્લેક ડે ઈન્ડિયા...


આખાય દેશમાં આનંદ ઉલ્લાસ પાશ્ચાત્ય સંસ્કૃતિ નું અતિશય વળગણ,

એક સમાચારે દેશવાસીઓ ને કરી દીધા રડતા,આખાય દેશમાં રેલી શોક સંદેશ,પરંતુ હાલ એ પરિવાર પોતાના સભ્યો ગૂમાવી કેવી રીતે જીવે એની કંઈ દરકાર નહીં લીધી,આવો ફોગટ પ્રેમનો ઢોગ શા માટે?


વેલેન્ટાઈન ડે ની સાંજે

પુલવામા હૂમલામા આપણા સૈનિકો દુશ્મનો ને ધૂળ ચટાવવાના પ્રણ સાથે લડ્યા,લોહીથી લથબથ તિરંગાનુ કફન ઓઢી ઘરે આવેલા....

આ કારમા સમાચાર યાદ કરતાં આજ પણ હૈયુ થરથર કંપે,

દુશ્મનો સાથે લડતાં લડતાં વીરગતિ પામેલા,વીરો વગર આ ધરા સુની થઈ ગઈ છે,

અરે જાનૂડી અને જાન બેબીમાથી બહાર આવો યુવાધન કેરો સંદેશ આપી,પ્રેમની પરિભાષા ફરજ છે કર્તવ્ય સાથે બધું ફિક્કુની શીખ આપી પંચતત્વોમાં લીન થઈ ગયા,

આપણા દેશની પાવનધરાને ખોટ પડી છે,

48 સિંહોને ખોયાનો ગમ આજીવન રહેશે,જે પોતાના સુખનો ત્યાગ કરી દેશ માટે જીવી ગયાં,ઠંડી ગરમી વરસાદની પરવાહ છોડી દેશનું રક્ષણ મહત્વ નું ગણ્યુ એવા દેવ સમાન,સૈનિકો ને કેમ વિસરી જવાય,આજ સૈનિકો લોક દિલે સદાય જીવંત રહેશે.



જય હિંદ સૈનિકો અમર રહો....



શૈમી ઓઝા "લફ્ઝ"


હાલરડું...

 હાલરડું....


સુઈ જા ગુડિયા રાની,

તને સુનાવુ પરીઓની કહાની,તુ હસે ને ઘરમાં આનંદ રહે,તને રડતાં જોઈ મન બેચેન થાય બેટા,તુ ઈશ્વરનું વરદાન છો,મારા હ્રદયનો ધબકાર છો દિકરા સુઈ જા,તને આકાશ ઉડવા માટે આપ્યું છે,કદમ ધરતીએ રાખજે,ને દુનિયા મુઠ્ઠીમાં કરજે,પરીઓની સહેજાદી,સુઇ જા મારી ઢીંગલી,

તે તારી કાલી ઘેલી કિલકારીથી અમને સૌને આનંદિત કરી નાંખ્યા,કાલ તારી છે દિકરા,મારી આંખોની રોશની તુ છે,તારુ બોખલુ બોખલુ સ્મિત,અમે ઘેલા ઘેલા કરી મૂકે છે,સુઈ જા લાડકવાઈ મારી,તુ તો લક્ષ્મીનો અવતાર,અમારા આંગણે અવતરી દિકરી,દેવતાઓ ના આશિષ સંગ,એ ગરમી..ઠંડી...વાયરા જરા શાંતિ રાખજો,મારી લાડકીની નિદરમા ખલેલ ન પહોંચાડો,કુદ્રષ્ટિવાળા જરા ખમૈયા કરજો,મારી લાડકીને નજરો ન લગાવશો,સોનાના હાથી ને હિરલા જડેલા ઘોડા લઈ આવુ,ગુડિયા રાની મારી એ  મજાથી સુઈ જાય(2)



શૈમી ઓઝા લફ્ઝ...



માતૃભાષા....

 માતૃભાષા....

માના ધાવણ સમી 

મારી ભાષા,લાગણીઓ,

વિચારોને વાચા આપતું માધ્યમ છે,મારી માતૃભાષા,હૈયાના ધબકાર સરળતાથી સમજાવે એ મારી મા સમાન ભાષા,

બીજી ભાષા

મારે મન કાકી,માસીને ભાભી,મા શારદાનુ વરદાન છે,મારી માતૃભાષા,દરેક ભાષા નિરાળી આગવી શૈલીવાળી છે,મારી માતૃભાષા મારી આરાધનાને પૂજા છે.

વિચારોની રજુઆતનું માધ્યમ એ મારી માં સમાન

ભાષા,દરેક ભાષાઓથી અવગત કરાવતી કળી એ મારી માતૃભાષા,મારી સંસ્કૃતિ,ને મારા વારસાથી અવગત કરાવે તે મારી માતૃભાષા,જય ગુજરાતી વાણી,તને વંદન તારા થકી તો હું સઘળું સમજી શકી છું.



શૈમી ઓઝા "લફ્ઝ"


વેદનાને ફૂટી વાચા....

વેદનાને વાચા ફૂટી
પ્રેમ પ્રેમ ખુબ રમી લીધું,
લાગણીઓને વધુ ન છેડો,
જીવનની હકીકત પર પગરવ માંડો,
પોતાની જાતને બહુ ભેળવી, હવે મંજીલ તરફ દોટ પકડો,
આ દિલ હવે યાદોને સહારે જીવતા જીવતા થાકી ગયું છે,
લાગણીઓ પણ કેટલી
બેશરમ હોય છે,જે બેવફાઈનો
જામ પિવડાવી જાય છે,
એના પર મનમૂકી વરસી જાય છે,
તારા નામથી ઉછળતા હૈયાને
આંખ દેખાડી બેસાડી દીધું,
મનની વ્યથા જાણતા હોવા છતાંય પોતાના સમયના વ્હેણથી પારકા થઈ 
તમારી કમજોરી ને જગજાહેર કરતાં ક્યાં અચકાય છે!!
શરમથી ઠુઠવાઈ રહેલી લાગણીઓ આજે મૌનરુપી
બેડીઓ તોડી વાચાળ બની 
ગઈ,
કોઈ પુછે 'લફ્ઝ' શું હાલ છે,
હોઠ હસી જાય ને દિલ સિસ્કારી લેતું હોય,લાગણીઓનો ધસ્મસતો પ્રવાહ જોઈ અરીસો પણ તિખળ કરી જાય.
તૂટેલા દિલને પ્રેમની પરિભાષા ક્યાં સમજ આવે?
આંસુઓને ક્યાં હાડકા હોય,
એતો ગમે તે ક્ષણે વરસી પડે,
હ્રદયની લાગણીઓને નવેલો પાક્યો છે,વેદના પરુ બની ઉભરાઈ આવે છે,આ ભવોભવનુ બંધન આ જન્મ પુરતુ સિમિત રહી જાય તો સારું.
શૈમી ઓઝા લફ્ઝ
https://youtu.be/IhKSiye3tGw



Wednesday, 23 February 2022

એ...કોઈ...ભાળ મળે તો કહેજો

એ કોઈ ભાળ મળે તો કહેજો....
વિરહ અછાંદસ ગઝલ....

હું શોધી શોધીને થાકી ગઈ છું, કોઈ સામે મળે તો કહેજો....

જેની એક મુસ્કુરાહટથી દિવસ રંગીન બની જાય છે. કોઈ ભાળ મળે તો કહેજો..... 

સપનામાં ઝંખેલા પ્રિતમને
શોધતા શોધતા હું થાકી ગઈ છું,જો તમને પ્રિતમની ભાળ મળે તો કહેજો....

એ જ રાતોના ઉજાગરા અંતરથી ભરાયેલા હિબકા,
એ જ આહટ થયેલા દિલની વેદનાને ફૂટેલી વાચા,કોઈ પ્રિતમની ભાળ મળે તો કહેજો...

આ જીવન સુનુ સુનુ અનામ થઈ ગયું છે,પ્રિતમની જો એક ઝલક 
દિલને અધીરુ કરી નાંખે છે,
આ દિલમાં છે એક જ આશ ઝળહળી રહી છે,
એ...પ્રિતમની કોઈ ભાળ મળે તો કહેજો...

પ્રેમ ઈશ્વર થી પર ઉપર છે,
ઇશ્વરને પણ વિરહનો વનવાસ વેઠવો પડેલો
મારી વાત જો સમજાય તો કહેજો...

આ શાન ભાન ભૂલી ગયેલા ધાયલ દિલની કોઈ દવા મળે તો કહેજો...

શૈમી ઓઝા "લફ્ઝ"મહેસાણા....


જીવન અનામ લાગે છે...

https://youtu.be/VOX_HxqZBGk

Tuesday, 22 February 2022

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ
વેલેન્ટાઈન ડે(પ્રેમ દિવસ...)

હું શૈમી ઓઝા "લફ્ઝ"
વિશ્વ પ્રેમ પ્રાર્થનાથી પણ પર હોય છે.જે ઇશ્વર સાથે તમારા સંપર્કનું સરળ માધ્યમ બની જાય છે.પ્રેમ પૈસાથી નથી ખરીદી શકાતો,પ્રેમ એવી પુંજી છે કે જેટલી વહેંચો એટલી ડબલ થાય છે,ન કોઈ ચોરી શકે ઝૂંટવી શકે.
પ્રેમ બગડેલા સબંધોને સુધારવાનું મનગમતી વ્યક્તિના વશીકરણનો એક મંત્ર છે.પ્રેમ એતો લાગણીઓની શૃંખલાથી બને છે.જગતનો આધાર પ્રેમ છે,પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી હોતો,ખરી રીતે કહીએ તો પ્રેમનો કોઈ દિવસ નથી હોતો આખીય જીંદગી પ્રેમ દિવસ છે.
"ઢાઈ અક્ષર પ્રેમ કા જો સમજા વો પંડિત હોય,"
દરેક ધર્મ પ્રેમ કરવાનું શીખવે છે.લેલા મજનુ ના પ્રેમને સૌ જાણે છે પરંતુ રાધા કૃષ્ણના પ્રેમથી સૌ અજાણ છે.)પ્રેમ દિવસ પર એક પતિ પત્ની એકબીજાને પોતાની લાગણીઓની રજૂઆત કરે છે,જેને મેં મારી રચનામાં ઢાળી છે.

તૂટ્યો ફૂટ્યો સાથ
--------------------

આપણે સમાજના રિતરિવાજનો કોળિયો બનેલા નિર્દોષ જીવ છીએ,આ સંબંધમાં નોહતો તુ રાજી નોહતી હુ રાજી,
આ ઈશ્વરનો ન્યાય હતો,એ આપણે મંજૂર રાખેલો પ્રિય.

ન તો ગુણ મળ્યા નોહતો વિચાર મળ્યા ન તો શોખ મળ્યા ન બત્રીસ લક્ષણો મા વીસ લક્ષણો ખૂટ્યા,કૂંડલીના ગ્રહો અને કપરા સમય સંજોગો એ આપણને મેળવેલ હુ રહી શનિવારી તો આપ રહ્યા માંગલિક,હુ રહી સાવ દેશી 
ગવાર આપ રહ્યા વિદેશી સંસ્કૃતિથી રંગાયેલા,હું રહી સાવ ઠોઠ આપ રહ્યા પ્રતિભાશાળી આવી આપણી કજોડાની સમસ્યા પછ્તાવો કરાવે તે સ્વાભાવિક છે."આપણે ગજબના છેતરાયા"આવી ઉક્તિ નિકળી જાય,તુ ચાલી જા અથવા ચાલ્યો જા કહેવુ બહુ સહજ છે,
જ્યારે એકલતા મગજ પર હાવી થઈ જાય ત્યારે તુટ્યો ફૂટ્યો સાથ સાંભરે છે...

જા તને મેં પાંખો આપી તુ આઝાદ છો,આ બોલ્યા પછી એકબીજાને ખોઈ બેસવાનો ભય એ આપણો તુટ્યો ફૂટ્યો સાથ છે...

મજાક ને મજાકની રીતે,જ્યારે આપણે અટવાશુ,કાંટાળો રસ્તો હશે,ત્યારે આપણો
તુટ્યો ફૂટ્યો સાથ રાહ પર ફૂલ પાથરવાની ભૂમિકા ભજવશે...

સપ્તપદીના વચનો આપણે સાથે લીધા છે,વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે,સતત ફરિયાદો ને મતભેદ રહ્યા,
એકબીજાના દુઃખમાં ભાગ પડાવવાનો દસ્તાવેજ છે આપણો તુટ્યો ફૂટ્યો સાથ...

હુ જ્યારે પરિસ્થિતિ સામે હારીશ,સંઘર્ષ કરતાં થાકીશ ત્યારે આપણો તુટ્યો ફૂટ્યો સાથ જ બેચેન મનમાં હામ ભરશે...

જાણુ છું પ્રિય લગ્ન સબંધો માટે બહુ તિખળ થાય છે,ભદ્દા જોક થાય છે,પ્રેમનો રંગ મહેંદીના રંગની જેમ ઉતરી જાય છે,પરંતુ એકબીજાની ભીની આંખ લૂછવા આપણો તુટ્યો ફૂટ્યો સાથ કાફી છે.. 

આપણે લડી ઝગડીને પોતાના ઉભરા ઠાલવશુ,એકબીજાને બહુ બોલી ગયા,એ ગ્લાનિ સાથે રાત જાગવા આપણો તુટ્યો ફુટ્યો સાથ કાફી છે,

જ્યારે બિમારી શરીરે હશે,એકબીજાથી પોતાની બિમારી છૂપાવી ખોટું હસવાનો ડોળ કરવા તારો મારો એજ તુટ્યો ફુટ્યો સાથ કાફી છે.

કદમ લથડતા હશે,આંખે મોતિયો હશે ત્યારે એકમેકનો સહારો બનવા તારો ને મારો તુટ્યો ફુટ્યો સાથ કાફી છે. 

સાવ ગામડિયા જેવી છો,
કયા શુકુનમા તુ મળી,તમે મને શું જોઈ પસંદ કરી આવી કડવી નોકઝોક જ્યારે પ્રેમમાં પરિણમશે ત્યારે એકબીજાને વ્હાલ કરવા જીવન ઓછું પડશે,

તુ જેવો છે તુ જેવી છે એવી મારી છે અથવા મારો છે,આવી સમજ સાથે રોજ એકમેકના પ્રણય સાગરમાં ઉતરતા રહેવા માટે તુટ્યો ફૂટ્યો સાથ તમને ને મને એકમકથી જોડી રાખે છે.

બંધ આંખે પણ જો એકબીજાને ખોવાનુ સ્વપ્ન પણ આવે,ત્યારે દિલ બેસી જાય છે,પરંતુ એકબીજાને સુરક્ષિત જોઈ મનોમન ખુશ થવા માટે તારો મારો તુટ્યો ફૂટ્યો સાથ કાફી છે...

એકબીજાના ગુસ્સાને પીવા,રિસાયેલા ચહેરા પર નખરાળા હાસ્યની લહેર  લાવવા આપણો તુટ્યો ફૂટ્યો સાથ  કાફી છે...

જાણુ છું કે આપણે એકબીજાને પરાણે સહન કરીએ છીએ,પરંતુ એકલતાની ગરજ આપણો તૂટ્યો ફૂટ્યો સાથ જ સારસે... 

જન્મ અને મૃત્યુ એતો પ્રિય ઈશ્વરની દેણ છે.આપણા બે માંથી એકનું સદાયને માટે ચાલી જાવું,
છેલ્લે આપણને જ પીડા આપશે પ્રિય,એકબીજાને માફ ન કર્યા એનો વ્યંજરુપી બાણ ઉદરે ઉતારી રડી રડીને જીવવા આપણો તૂટ્યો ફુટ્યો સાથ કાફી છે.

શૈમી ઓઝા "લફ્ઝ"

પ્રાશ્ચિત

જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો ...