વૃક્ષ
ઘનઘોર ઘટા,જટાળા જોગી તપસ્વી સમા,ટાઢ તાપ,તડકો વેઠી વરસાદ આપે,વરસાદ આપી છત્રી બને,જીવને ખોરાકને છાંયો આપી શરણે લેતા,અમે સૌ જીવો ઋણી આપના ઓ સંતમહાત્મા,અમને તંદુરસ્ત હવા,ને વાતાવરણ પુરા પાડજો....
પૃથ્વી માં ને પ્રદુષણથી બચાવે,પર્યાવરણ બચાવવાનો એકમાત્ર ઉપાય,આવનારી પેઢીઓને
તંદુરસ્ત ને રોગમુક્ત જે રાખશે એ વૃક્ષ છે,
સજીવોને હવા પૂરી પાડે,અપકારનો બદલો ઉપકારથી આપે,એ સંતમહાત્મા સમા વૃક્ષો....
ની વંદના કરીએ એટલી ઓછી છે.....
શૈમી ઓઝા "લફ્ઝ"

No comments:
Post a Comment