Tuesday, 22 February 2022

અછાંદસ કાવ્ય-વિરહ

વિરહ...એક યાદ..

આ દિલ તુટી જાય છે,
છતાંય આનંદ એ વાત નો છે,કે આપની યાદમાં જીવી જવાય છે.

વર્ષાઋતુનો શો કસૂર
અહીં તો આપની એક ઝલક જ ભીંજવી નાંખે છે

નજર સમક્ષ રહોને
આપના સાથ માટે તરવળતા નયનો આપની છબી જાણે અજાણે દિલમાં કંડારે છે,

અહીં ટાપુ કુદવાનુ વિચારુ છું,પરંતુ નસીબ તો જુઓ મારું,આપના વિચારો જ મને પાડી દે છે.

દુનિયાના બધા જ પડકારો જીરવી લેવાય છે,પરંતુ આપનો આહટભરી હસી 
મુજને હરાવી નાંખે છે.

શેર શાયરીરૂપી બાણ હોય તો આમ જ વેડફીએ
પરંતુ'લફ્ઝ'વિખરાયેલી લાગણી છે,એને વાગોળતા આંખો રડી જાય છે.

શૈમી ઓઝા "લફ્ઝ"

https://youtu.be/E060wnIWP5I


1 comment:

પ્રાશ્ચિત

જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો ...